લંડનઃ મલ્ટિડિસિપ્લનરી એડવાઈઝરી, ટેક્સ અને ઓડિટ ફર્મ મૂર કિંગ્સ્ટન સ્મિથ દ્વારા બુધવાર 8 ઓક્ટોબરે તેની સિટી ઓફિસમાં 24મા વાર્ષિક દિવાળી રિસેપ્શનની ઊજવણી કરવામાં આવી હતી, જેમાં લંડન અને સાઉથઈસ્ટમાંથી બિઝનેસીસ કોન્ટેક્ટ્સ અને ક્લાયન્ટ્સ સહિત 120થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટમાં પ્રકાશના ઉત્સવ તેમજ ભારતીય બિઝનેસ કોમ્યુનિટી સાથે ફર્મના દીર્ઘકાલીન સંબંધોની ઊજવણી થઈ હતી. ગાઢ સહકારના 30 કરતાં વધુ વર્ષ સાથે મૂર કિંગ્સ્ટન સ્મિથનું ઈન્ડિયા ગ્રૂપ ક્લાયન્ટ્સને આગવી સલાહકારી સેવા અને તેમના આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સમાં માર્ગદર્શન પૂરાં પાડે છે.
મૂર કિંગ્સ્ટન સ્મિથના પાર્ટનર વિજય તન્નાએ ચાવીરૂપ સંબોધનમાં સલાહ આપી હતી કે એન્ટ્રેપ્રીન્યોર્સ અને ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ઓપરેશન્સ ધરાવતા પરિવારો દ્વારા સંચાલિત અગ્રણી એન્ટરપ્રાઈસીસે તેમની બિઝનેસ અને ટેક્સ સ્ટ્રેટેજીસ ઘડતી વેળાએ યુનાઈટેડ સ્ટેટ્સના ટેરિફ્સ અને યુનાઈટેડ કિંગ્ડમની બજેટખાધની અસરો વિશે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે 1 મિલિયન પાઉન્ડથી વધુ મૂલ્ય ધરાવતા બિઝનેસીસને યુકેનો ઈન્હેરિટન્સ ટેક્સ લાગુ પડે છે, જેના કારણે સુસ્થાપિત ફર્મ્સને પણ અસ્થિર થવાના સંજોગો ઉભા થઈ શકે છે. મિ. તન્નાએ એવી સલાહ આપી હતી કે બિઝનેસ માલિકોએ આ જોખમોને હળવાં બનાવવાં પ્રોફેશનલ સલાહ મેળવવી જોઈએ.
મૂર કિંગ્સ્ટન સ્મિથના મેનેજિંગ પાર્ટનર મેટ મીડોઝે જણાવ્યું હતું કે, ‘ભારતીય બિઝનેસીસની સાથોસાથ કામ કરવાના તેમજ એન્ટ્રેપ્રીન્યોર્સ અને કોર્પોરેટ્સ યુકેમાં તેમની ધ્યેયપ્રાપ્તિ કરવામાં મદદરુપ થવા અને ભરોસાપાત્ર પાર્ટનર તરીકે 30 વર્ષની ઊજવણી કરવાનો અમને ગર્વ છે.’
મહેમાનોએ ઈવેન્ટમાં પ્રોફેશનલ ડાન્સર કાશ્મીરા સુન્ની અને તેમની ટીમ દ્વારા ઉત્સવના ઉત્સાહને રજૂ કરતા ડાન્સ પરફોર્મન્સને મામ્યું હતું. હેરિટેજ ડલ્વિચના શેફ પેટ્રન દયાશંકર શર્મા દ્વારા તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અનુભવ થકી ઈવેન્ટમાં સમૃદ્ધ સાંસ્કૃતિક સોડમ ઉમેરાઈ હતી.