યુએઇમાં ભવ્ય મંદિરનું નિર્માણ: ઓક્ટોબરમાં દર્શનાર્થે ખૂલશે

Saturday 24th September 2022 04:53 EDT
 
 

યુનાઇટેડ આરબ અમીરાતમાં ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય સંપન્ન થઈ ગયું છે. યુએઈના જેબેલ અલી સ્થિત અમિરાતના કોરિડોર ઓફ ટોલરન્સમાં સ્થિત આ દેવાલયને આગામી પાંચ ઓક્ટોબરના રોજ દર્શન માટે ખૂલ્લું મૂકવામાં આવશે.
આ મંદિરમાં 16 દેવ પ્રતિમાઓની સ્થાપનાની સાથે જે જ્ઞાન કક્ષ અને ધાર્મિક ગતિવધિઓ માટે એક સામુદાયિક કેન્દ્ર પણ રહેશે.
સિંધુ ગુરુ દરબાર મંદિરના ટ્રસ્ટી રાજુ શ્રોફે આ પ્રસંગે કહ્યું હતું કે આગામી દશેરાના રોજ મંદિરને સત્તાવાર રીતે દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે. ટ્રસ્ટીએ કહ્યું હતું કે મંદિરને બે તબક્કામાં લોકો માટે ખોલાશે. પ્રથમ તબક્કામાં અમે માત્ર પૂજા સ્થળને જ ખોલીશું.
બીજા તબક્કામાં મકરસંક્રાતીના રોજ મંદિરના જ્ઞાન કક્ષ અને સામુદાયિક ભવનને ખોલવામાં આવશે. મંદિરમાં 1000થી 1200 લોકો સરળતાથી પૂજા પાઠ કરી શકશે. મંદિરમાં દર્શન માટે પ્રવેશ સપ્ટેમ્બરથી ક્યુઆર કોડ આધારિત અપોઇન્ટમેન્ટ સિસ્ટમ લગાવાઈ છે.
મંદિરની વિશેષતા
• 70,000 ચોરસ ફૂટમાં ફેલાયું છે મંદિર
• 4000 ચોરસ ફૂટમાં બેંક્વેટ હોલ, મલ્ટિપર્પઝ રૂમ
• 16 પ્રતિમા
• 1 જ્ઞાન કક્ષા
• 1 કોમ્યુનિટી સેન્ટર
• 1200 લોકો પૂજા કરી શકે તેટલું વિશાળ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter