યુકે લેવા પટેલ કોમ્યુનિટી વાર્ષિક અધિવેશન યોજાયું

Thursday 19th October 2023 16:53 EDT
 

લંડનઃ યુકે લેવા પટેલ કોમ્યુનિટીના રવિવારે યોજાયેલા વાર્ષિક અધિવેશનમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડતાં સંસ્થાનું 18 એકરનું વિશાળ સંકુલ નાનું પડ્યું હતું. આ પ્રસંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓ ઉપરાંત યુકેના તમામ કચ્છ સત્સંગ મંદિરો પૈકી વિલ્સડન, કેન્ટન હેરો, બોલ્ટન, કાર્ડિફ, ઓલ્ધામ સ્ટેનમોર, ઈસ્ટ લંડન, વુલવીચ મંદિરો સાથે કિંગ્સબરી બાપા શ્રી મંદિર, વાસણા સત્સંગ, ગુરુકુળ પરિવાર, અબજીબાપા છતરડી સહિત તમામ ધાર્મિક સંસ્થાના હરિભક્તો મોટી સંખ્યામાં મેગા મેલામાં ઉમટયા હતા. ભુજ મંદિરના વરિષ્ઠ સંત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ યુકે કોમ્યુનિટીના કાર્યમાં સાથ આપવા હરિભક્તોને પ્રેરણા કરી હતી સમાજ અને સત્સંગ એક છે અને એક બનીને જ આગળ વધી શકશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter