લંડનઃ વિશ્વમાં ભારતની બહાર શ્રી બાંકે બિહારીના સર્વપ્રથમ મંદિરનું નિર્માણ યુકેમાં કરાનાર છે. યુકેમાં શ્રી કુંજ બિહારીના ભવ્ય આવાસને સ્થાપિત કરવાની કામગીરીનો આરંભ કરવા નિમિત્તે હેરોમાં 23 ઓગસ્ટ 2025ના દિવસે શ્રી કુંજ બિહારી ટેમ્પલ ઓફ વૃદાંવન (યુકે)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
આ ઈવેન્ટમાં હેરોના શ્રદ્ધાળુ મેયર કાઉન્સિલર અંજનાબહેન પટેલ અને ડો. અનુરાધા પાંડે (લંડનસ્થિત ભારતીય હાઈ કમિશનમાં હિન્દી અને સંસ્કૃતિના એટેચી) સહિત અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઈનિશિયેટિવના સ્થાપક શાલિની ભાર્ગવે આ પ્રોજેક્ટને યુકેમાં હિન્દુ સનાતન ધર્મ માટે મોટી સિદ્ધિ સમાન ગણાવ્યો હતો, જેના થકી આંતરરાષ્ટ્રીય પ્રવાસનને પ્રોત્સાહન મળવા સાથે તેમાં વૃદ્ધિ પણ થશે. યુકે શ્રી કુંજ બિહારીની ‘લીલાઓ’નું સ્વાગત કરવા અને અનુભવ માણવાની રાહ જુએ છે.