યુક્રેનના અસરગ્રસ્તોને સહાય માટે અપીલ

Tuesday 01st March 2022 12:36 EST
 

ટ્વીકનહામમાં યોર્ક હાઉસની સામે Prosperity નામે યુક્રેનિયન કાફે આવેલી છે. તેઓ ફર્સ્ટ એઈડ સપ્લાય, નેપીઝ, બેડીંગ, સ્લિપિંગ બેગ્સ અને ટોઈલેટરીઝ સહિતની વસ્તુઓ સાથે એક ટ્રક લીવ ખાતે મોકલી રહ્યા છે. તેમાં આપ પણ આ સાથે જણાવેલી કોઈપણ વસ્તુનું ડોનેશન કરી શકો છો.

તેમને પાવર બેંક્સ (ફોન ચાર્જિંગ માટે), મોટી અને મીડીયમ બેકપેક્સ, પુરુષો માટે મોજા, કેમ્પિંગ મેટ્સ, પ્રોટિન બાર્સ/ એનર્જી બાર્સ, પેઈનકિલર્સ (ઈબુપ્રોફેન જેવી), એન્ટિ ફ્લૂ મેડિસીન (Lemsips વગેરે), ફર્સ્ટ એઈડ કીટ, બ્લેન્કેટ્સ, થર્મલ્સ, હોટ વોટર બોટલ્સ, ઈન્સ્યુલેટેડ ફ્લાસ્ક, બેબી ફૂડ, નેપીઝ, ફેમીનીન સેનિટરી પ્રોડક્ટ્સની જરૂર છે.

પૂરતો સપ્લાય હોવાથી હાલ કપડાં એકત્ર કરતા નથી.

કલેક્શન પોઈન્ટઃ

ટ્વીકનહેમઃ

પ્રોસ્પેરીટી રેસ્ટોરાં, 59 York Street, TW1 3LP

સંપર્ક. 07853514567

સમયઃ મંગળવારઃ સવારે 11થી સાંજે 6

બુધવારથી શનિવારઃ સવારે 11થી રાત્રે 9

રવિવારઃ બપોરે 12થી રાત્રે 9


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter