રામનવમી ઉત્સવના કાર્યક્રમો

Tuesday 12th April 2016 11:46 EDT
 

* BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, ૧૦૫-૧૧૯ બ્રેન્ટફિલ્ડ રોડ, નિસડન, લંડન NW10 8LD ખાતે શુક્રવાર તા. ૧૫-૪-૧૬ના રોજ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી ઉત્સવનું આયોજન સવારે ૯થી સાંજના ૮ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે દર્શન, અન્નકૂટ, થાળ, આરતી, શ્રી રામ જન્મોત્સવ આરતી, રામજીનું પારણુ ઝુલાવવાનો અવસર, કિર્તનભક્તિ, સંધ્યા આરતી અને રાત્રે ૮થી ૧૦-૧૫ શ્રી સ્વામિનારાયણ જયંતિ અને શ્રી રામનવમી સભાનો લાભ મળશે. સંપર્ક: 020 8965 2651.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રામનવમી પર્વ પ્રસંગે શુક્રવાર, ૧૫ એપ્રિલના રોજ સવારના ૧૦ પૂજા, બપોરના ૧૨ રામ જન્મ અને બપોરના ૨-૩૦થી ૫.૩૦ રામકથાનો લાભ મળશે. આ પછી સાંજના ૬.૩૦ સુધી ભજન કરાશે. પ્રસાદનું વિતરણ બપોરના ૧.૦૦થી ૨.૩૦ સુધી થશે. સંપર્કઃ સી. જે. રાભેરુ- 07958 275 222.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે રામનવમી ભજનનું આયોજન શુક્રવાર, તા. ૧૫ એપ્રિલના રોજ બપોરે ૧૨ થી ૨ દરમિયાન કરવામાં આવ્યું છે. તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8861 1207.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સનાતન મંદિર, આઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૧૫-૪-૧૬ના રોજ સવારે ૧૦-૩૦થી ૧ દરમિયાન શ્રી રામનવમી મહોત્સવની ઉજવણી થશે. મુખ્ય યજમાન સ્વ. આનંદીબેન નાઇ અને પરિવાર છે. સંપર્ક: 01293 530 105.

* ચિન્મય મિશન દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન, હેન્ડન NW4 4BA ખાતે તા. ૧૫-૪-૧૬ના રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન રામનવમી ઉત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક: 07738 176 932.

* ઇસ્ટ લંડન સ્વામિનારાયણ મંદિર, ૨૦-૨૪ શફ્ટ્સબરી રોડ, ફોરેસ્ટ ગેટ, લંડન ખાતે શ્રી રામનવમી અને શ્રી સ્વામિનારાયણ જયંતિનું આયોજન તા. ૧૫-૪-૧૬ શુક્રવારના રોજ બપોરે ૧૨થી ૭-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. રામ જન્મ આરતી, જન્મોત્સવ અને રાસનો લાભ મળશે. સંપર્ક: 020 8470 9375.

* શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, વેસ્ટફિલ્ડ લેન, કેન્ટન, હેરો HA3 9EA ખાતે શ્રી રામનવમી ઉત્સવનું આયોજન તા. ૧૫-૪-૧૬ના રોજ કરવામાં આવ્યું છે. સવારે ૧૦-૩૦થી ૧૨ રામ ભગવાન ધૂન અને બપોરે ૧૨ કલાકે આરતી, સાંજે ૭થી ૮ રાસ અને રાત્રે ૮ સ્વામિનારાયણ ભગવાન પ્રાગટ્ય આરતી થશે. સંપર્ક: 020 8909 9899.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter