રામનવમી ઉત્સવના કાર્યક્રમો: તા. ૨૮-૩-૧૫ - શનિવાર

Tuesday 24th March 2015 14:30 EDT
 

* રાધાકૃષ્ણ શ્યામા મંદિર, ૩૩ બાલમ હાઇ રોડ, લંડન SW12 9AL ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પંચામૃત સ્નાન બપોરે ૧૨ કલાકે કરાશે અને ત્યાર બાદ આરતી અને દર્શનનો લાભ મળશે. સંપર્ક: 020 8675 3831.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ સવારે ૧૧-૪૫થી સાંજના મોડે સુધી શ્રી રામનવમી ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સરયુજળમાં પૂજન, જન્મ, સ્નાનવિધી, પટ દર્શન, પારણું ઝુલાવવુ, ધજા રોપણનો લાભ મળશે. બપોરે ૧-૪૫થી અખંડ ધૂન, સાંજે ૭-૩૦થી રામચરિત માનસ પારાયણ તેમજ સાંજે ૬ કલાકે ચૈત્રી નવરાત્રી અને નિત્ય આરતીનો લાભ મળશે. સંપર્ક: 01772 253 901.

* સનાતન ધર્મ મંડલ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સીવ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે શનિવાર તા. ૨૮-૩-૧૫ના રોજ સાંજે ૭થી ૧૦ દરમિયાન રામ નવમી ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રી રામના અભિષેક અને ભજન-ફરાળનો લાભ મળશે. સંપર્ક: વિનોદભાઇ પટેલ 02920 623 760.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ શનિવારે બપોરે ૧૨થી રામનવમી ઉત્સવની ઉજવણી અને આરતી થશે. તા. ૨૯-૩-૧૫ રવિવારે બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદ. સંપર્ક: 07882 253 540.

* BBUK દ્વારા રામનવમી અને હનુમાન જયંતિ ઉત્સવનું આયોજન તા. ૪-૪-૧૫ના રોજ સવારે ૮થી રાતના ૮ દરમિયાન ફીરક્રોફ્ટ પ્રાયમરી સ્કૂળ, ફિરક્રોફ્ટ રોડ, ટૂટીંગ બેક, SW17 7PP ખાતે કરવામાં આવ્યું છે. ૧૦૮ હનુમાન ચાલિસા ફરાળ વગેરેનો લાભ મળશે. સંપર્ક: 07411 585 662.

* શ્રી જલારામ માતૃસેવા મંડળ દ્વારા તા. ૨૯-૩-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બાર્નેટ મલ્ટીકલ્ચરલ કોમ્યુનિટી સેન્ટર, આલ્ગરનોન રોડ, હેન્ડન NW4 3TA ખાતે શ્રી રામનવમી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રામજન્મની ઉજવણી, રામકથા અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: વેલજીભાઇ દાવડા 07958 461 667.

* શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, લંડન દ્વારા તા. ૨૯-૩-૧૫ના રોજ બપોરે ૪થી ૮ દરમિયાન શ્રી ઘનશ્યામ જન્મોત્સવ, રામનવમી મહોત્સવ, રાસોત્સવ તેમજ માસીક સત્સંગ સભાનું આયોજન ટાઇની ટ્વીકંલ નર્સરી, વ્હાઇટ ક્રોસ હોલ, વિન્ચેસ્ટર એવન્યુ, કિંગ્સબરી, લંડન NW3 9TA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નારાયણભાઇ સોની 07830 979 829.

* સનાતન મંદિર, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે તા. ૨૭-૩-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી બપોરેના ૩ દરમિયાન દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨૮-૩-૧૫ના રોજ સવારે ૧૦થી સાંજના ૬ દરમિયાન રામનવમી ઉત્સવની ઉજવણી થશે. સંપર્ક: 01293 530 105.

* શ્રી રામક્રિષ્ણ સેન્ટર, અલ્ફ્રેડ સ્ટ્રીટ, લાફબરો LE11 1NG ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે રામ નવમી ઉત્સવની ઉજવણી પ્રસંગે રામ જન્મોત્સવ થશે. સંપર્ક: શ્રી નરસીભાઇ રાજગોર 01509 218 274.

* લોહાણા કોમ્યુનિટી સાઉથ લંડન અને ધ રઘુવંશી એસોસિએશન દ્વારા શ્રી પીવી રાયચૂરા લોહાણા કોમ્યુનીટી સેન્ટર, ક્રોયડન ખાતે તા. ૨૯-૩-૧૫ના રોજ બપોરે ૪થી ૬-૩૦ દરમિયાન રામ નવમી ઉત્સવની ઉજવણી થશે. તે પછી સાંજે ૬-૩૦થી હનુમાન જયંતિ પ્રસંગે ૧૦૮ હનુમાન ચાલિસા થશે. જ્યારે બપોરે ૨-૪૫થી ૩-૪૫ દરમિયાન સંસ્થાની એજીએમનું આયોજન કરાયું છે. સંપર્ક: દીનાબેન 020 8289 6509.

* શ્રી સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન લેન, લંડન NW2 5RG ખાતે રામનવમી ઉત્સવનું આયોજન તા. ૨૮-૩-૧૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે શ્રી રામનવમી તેમજ સ્વામીનારાયણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. સાંજે ૪ કલાકે આરતી અને તે પછી રાસ થશે. સંપર્ક: 020 8459 4506.

* વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડન શાખા, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 ખાતે તા. ૨૮-૩-૧૫ના રોજ બપોરે ૧થી ૪-૩૦ દરમિયાન રામનવમી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં અવ્યું છે. સંપર્ક: શાંતિભાઇ પટેલ 020 8665 5502.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૨૮-૩-૧૫ સવારે ૧૦થી ૧૨ દરમિયાન રામનવમી ઉત્સવ પ્રસંગે ભજન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. ભોજન પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૨૭-૩-૧૫ના રોજ રામનવમી ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક: 020 8861 1207.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ચૈત્ર નવરાત્રિ પ્રસંગે તા. ૨૮-૩-૧૫ના રોજ રામ જન્મોત્સવ અને સુંદર કાંડના પાઠનું આયોજન શ્રી ચિંતાહરણ હનુમાનજી મંદિર, ચાણોદ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 216 1684.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter