લંડન - લેસ્ટરમાં VYO આયોજિત હોલી રસિયા અને વચનામૃતના ભવ્ય કાર્યક્રમ

- કોકિલા પટેલ Tuesday 01st March 2022 12:38 EST
 
 

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન યુ.કે.VYO દ્વારા લંડન, લેસ્ટર ખાતે દિવ્ય પાવન વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીના સાનિધ્યમાં ‘હોલી રસિયા અને વચનામૃત'ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 4 માર્ચ, શુક્રવારે શ્રી વલ્લભનિધી ટ્સ્ટના નેજા હેઠળ ઇલીંગ રોડ, વેમ્બલીના શ્રી સનાતન મંદિરના બેન્કવેટીંગ હોલ (રમણભાઇ ગોકલ હોલ)માં સાંજે 5.30 થી 6.45 વાગ્યે મહાપ્રસાદ ત્યારબાદ 7.00થી 9.30દરમિયાન વચનામૃત અને રસિયાનો કાર્યક્રમ. વધુ વિગત અને બ્રહ્મસંબંધ લેવા માટે પ્રતિભાબેન લાખાણીનો સંપર્ક 07956 454644 કરવો.

સાઉથ લંડન ખાતે 33, બાલમ હાઇ રોડ પર આવેલી શ્રીનાથજી હવેલી, રાધા કૃષ્ણ મંદિર શ્યામા માતા આશ્રમ, લંડન SW12 9AL ખાતે રવિવાર, 6 માર્ચના રોજ સાંજે અતિભવ્ય "હોલી રસિયા અને વચનામૃત"ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીં 4.30 થી વચનામૃત અને રંગીન પુષ્પ પાંખડીઓ સજ્જ હવેલીમાં બિરાજમાન ઠાકોરજી અને જેજેશ્રીના સાનિધ્યમાં હોલી રસિયાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે 7.00વાગ્યે મહાપ્રસાદ. વધુ વિગત માટે સંપર્ક દેવ્યાનીબેન પટેલ 07929 165395 અથવા પૂર્વીબેન પટેલ07801 250171.

લેસ્ટર ખાતે શ્રીનાથજી હવેલી, હિન્દુ મંદિર, 34 સેન્ટ બર્નાબસ રોડ, લેસ્ટર ખાતે મંગળવાર, 8 માર્ચના રોજ સાંજે 6 થી 8દરમિયાન વચનામૃત અને રસિયાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. વધુ વિગત માટે સંપર્ક રૂપાબેન કકર 07767 254165 રેખાબેન ગઢિયા 0116 332 3025.

અત્રે નોંધનીય છે કે વડોદરા સ્થિત પુષ્ટીમાર્ગીય હવેલીના વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ દેશવિદેશમાં સક્રિય વલ્લભ યુથ આોર્ગેનાઇઝેશન દ્વારા અનેક સેવાલક્ષી કાર્યો થઇ રહ્યાં છે. એટલું જ નહિ પણ આ સંસ્થા સાથે વધુને વધુ યુવાપેઢી જોડાઇ, રસ લઇ સક્રિય બની છે. કોવિડ-19ના કપરાકાળમાં જેજેશ્રી પૂજ્ય ગોસ્વામી 108શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રીએ અપ્રતિમ સેવા પ્રદાન કરી છે જેની સરાહના ભારતની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter