લંડનમાં ટુગેધર યુકે ફાઉન્ડેશનનો પ્રારંભ

ભારત જેવા ઉભરતા સુપર પાવર અર્થતંત્રો સાથે ગાઢ સંબંધો બાંધીને આપણા સારા ભવિષ્ય માટે કામ કરી શકાય - બેરોનેસ ફોસ્ટર

- સંગીતા વોલ્ડ્રોન Wednesday 30th November 2022 05:34 EST
 
 

લંડન: લંડનમાં એક ખાનગી સમારોહ ખાતે 23 નવેમ્બરના રોજ રાજકારણ, બિઝનેસ અને મીડિયા જગતના મહાનુભાવોની હાજરી મધ્યે નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર બેરોનેસ આર્લિન ફોસ્ટર દ્વારા સ્થાપિત ટુગેધર યુકે ફાઉન્ડેશનનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે નોર્ધન આયર્લેન્ડના મિનિસ્ટર ઓફ સ્ટેટ અને સાંસદ સ્ટીવ બાકર, ભારતના ડેપ્યુટી હાઇકમિશ્નર, ઇઝરાયેલના બ્રિટન ખાતેના ડેપ્યુટી એમ્બેસેડર અને રાજકીય નેતાઓ સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
આ ફાઉન્ડેશનની રચના યુનાઇટેડ કિંગડમના તમામ હિસ્સાની એકતાના કારણે થતા લાભ પર ચર્ચા કરવા અને તે અંગેની માહિતી આપવા કરાઇ હતી. યુકેમાં આપણે તમામ રાજકીય વિચારધારા અને સંસ્કૃતિના લોકો એકજૂથ છીએ તે બાબત મહત્વની છે. ફાઉન્ડેશનની સ્થાપના સ્વતંત્ર અને વાસ્તવિકતા પર આધારિત માહિતી પૂરી પાડી એકસૂરે અવાજ ઉઠાવવાના લક્ષ્યાંક સાથે કરાઇ છે.
સમારોહમાં બેરિસ્ટર રવિ નાયર, મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર નોર્ધન આયર્લેન્ડ સ્ટીવ બાકર, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સ્કોટલેન્ડના પ્રમુખ નીલ લાલ સહિતના મહાનુભાવોએ સંબોધન કર્યું હતું. તેમાં પણ નીલ લાલનું સંબોધન ઘણું પ્રેરણાદાયી રહ્યું હતું. નીલ લાલને તાજેતરમાં જ યુકેમાં સૌથી વગદાર એવા પાંચમા બ્રિટિશ ભારતીય જાહેર કરાયા છે. તેમણે બ્રિટનને એકજૂથ રાખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ ફાઉન્ડેશન નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન હોવા ઉપરાંત કોઇ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલું નથી. હું ગૌરવ સાથે કહી શકું છું કે અમારા બોર્ડના અધ્યક્ષ અને તમામ ટ્રસ્ટી મહિલા છે. આવું ભાગ્યે જ જોવા મળે છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ બેરોનેસ આર્લિન ફોસ્ટર છે જ્યારે શીલા ડેવિડસન, એલિસન રેન્કિન-ફ્રોસ્ટ અને મેલાની હેમ્પટન, ફરાહ સાસૂન, હું પોતે, પેટ્રન્સ લેડી જેન ગ્રોસવેનોર અ જેફ એડવર્ડ્સ એમબીઇ બોર્ડમાં સામેલ છે.
આ પ્રસંગે બેરોનેસ ફોસ્ટરે જણાવ્યું હતું કે, અમારી સંસ્થા યુકેના દરેક હિસ્સામાં જનતાને સાંકળી લઇ આપણે ઓછી ઉત્પાદકતાની સમસ્યાને કેવી રીતે દૂર કરી શકીએ અને ભારત જેવા ઉભરતા સુપર પાવર અર્થતંત્રો સાથે કેવી રીતે ગાઢ સંબંધો બાંધીને આપણા સારા ભવિષ્ય માટે કેવી રીતે કામ કરી શકીએ તેનાથી માહિતગાર કરવા માગીએ છીએ. બેરોનેસ ફોસ્ટરે સી બી પટેલનો વિશેષ ઉલ્લેખ કરતાં તેમના સહકાર માટે આભાર માન્યો હતો અને એશિયન વોઇસની પ્રભાવશાળી કામગીરીને બિરદાવી હતી.
ટુગેધર યુકે ફાઉન્ડેશનમાં અમે દરેકને આવકારીએ છીએ. તમે અમારી વેબસાઇટ www.togetherukfoundation.com પરથી વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો.
ટુગેધર યુકે ફાઉન્ડેશન ખાતે અમે આફ્રિકન કહેવતમાં માનીએ છીએ, જો તમે ઝડપથી જવા ઇચ્છો છો તો એકલા જાવ, જો તમે દૂર સુધી જવા ઇચ્છો છો તો સાથે મળીને જાવ..
યુકેની વાસ્તવિકતાઓઃ
બ્રિટિશ કાઉન્સિલની વેબસાઇટમાંથી
યુકે આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં મોટું પરિબળ હોવા સાથે વિશ્વની અગ્રીમ લશ્કરી શક્તિ અને વ્યાપક વૈશ્વિક સાંસ્કૃતિક પ્રભાવ ધરાવતો દેશ છે. વિશ્વના દર 4માંથી એક દેશના વડાએ યુકેમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. હાયર એજ્યુકેશનમાં યુકે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે અને સાયન્સમાં ફક્ત અમેરિકા જ બ્રિટન કરતાં વધુ ટોપ 100 યુનિવર્સિટી અથવા તો નોબલ પુરસ્કાર વિજેતા ધરાવે છે. ગ્લોબલ હાયર એજ્યુકેશનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ટોચના સ્થાને છે. તાજેતરમાં આયોજિત ઓલિમ્પિક અને પેરાલિમ્પિકમાં યુકે ટોચના મેડલ વિજેતાઓમાં સામેલ રહ્યો હતો. બિઝનેસ અને ઇન્ટરનેટમાં ઇંગ્લિશ વૈશ્વિક ભાષાનું સ્થાન ધરાવે છએ અને 2020 સુધીમાં વિશ્વના 25 ટકા લોકો અંગ્રેજી બોલતાં હતાં. હાયર એજ્યુકેશન દર વર્ષે નિકાસ દ્વારા 14 બિલિયન પાઉન્ડનું વળતર આપે છે જ્યારે ક્રિએટિવ ઇન્ડસ્ટ્રી વધુ 20 બિલિયન પાઉન્ડનો લાભ કરાવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ સેક્ટરોમાં મૂડીરોકાણ ન કેવળ યુકેને નવી વૈશ્વિક ભુમિકા અપાવશે પરંતુ તેના આર્થિક વિકાસમાં સ્થિરતા લાવવામાં પણ મદદરૂપ બનશે.
ઓક્ટોબર 2021માં 118 મહિલાઓ એશિયા અને અમેરિકામાંથી સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સમાં એક વર્ષનો માસ્ટર કોર્ષ કરવા યુકે આવી હતી. 2020માં આ સ્કોલરશિપ પ્રોગ્રામનો પ્રારંભ કરાયો હતો અને 22 દેશની મહિલાઓ તેનો લાભ લઇ શકે છે. હવે આ પ્રોગ્રામના લાભ ઇજિપ્ત, તૂર્કી અને યુક્રેનની મહિલાઓને પણ અપાઇ રહ્યાં છે. ડિસેમ્બર 2021માં યુકેની 26 યુનિવર્સિટી સાથે કરાર કરી 140 મહિલાઓને સ્કોલરશિપની તક અપાઇ હતી. (તમામ ફોટોઃ વિનિત જોહરી)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter