લોકડાઉન બાદનો લોકોત્સવ : મેગા મેળો જન્માષ્ટમી

Tuesday 14th September 2021 16:36 EDT
 
 

"બડી દેર ભયી નંદલાલા, તેરી રાહ તકે બ્રીજવાલા…" ના સૂરોએ અઢાર મહિનાના લોકડાઉન /બંદીવાસની બેડીઓ તોડી. આંગણે ઉમંગનો અવસર આવ્યો.  નવનાતીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મેગા મેળાનું આયોજન કરી શાનદાર રીતે ઉજવ્યો. ૨૨ ઓગષ્ટ, રવિવારના રોજ યોજાયેલ મેળામાં સૂરજદેવની મહેર પણ ઉતરી. આ મેળો ૧૫૦૦ જેટલા ભાઇ-બહેનો-ભૂલકાંઓએ મન ભરી માણ્યો. વિવિધ સ્ટોલ્સ, કીડ્સ ઝોન, બોલીવુડ સંગીત, રાસ-ગરબા વગેરે જાતજાતના મનોરંજને સૌ ઉપસ્થિતોના મન બહેલાવ્યા. બાળકોને સમાજના પ્રેસિડેન્ટ દિલિપભાઇ મીઠાણી તરફથી રમકડાં અને ગેમ્સની ભેટ મળી. મટકી તોડથી સ્વાદિષ્ટ પ્રસાદની સુધીની મીઠાશ દિવસભર માણી સૌ વિખરાયાં. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter