વડતાલધામમાં અધિક માસની પૂર્ણાહુતિ પ્રસંગે દેવોનો કેસર અભિષેક કરાયો હતો. સાથે સાથે જ 3 હજાર કિલોના વિવિધ વ્યંજનો સાથે છપ્પન ભોગ અન્નકૂટ અને માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ યોજાઈ હતી. સમગ્ર દિવસ દરમિયાન હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ભૂદેવો માટે બ્રહ્મચોર્યાસીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સંતો, મહંતો અને આગેવાનોએ ભાગ લીધો હતો. સમગ્ર આયોજન મંદિરના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સાધુસંતો અને યુવા કાર્યકરોએ પાર પાડ્યું હતું.


