રાજકોટ: દિવંગત ઘનશ્યામ સ્વામી (સારંગપુરવાળા)ની શ્રદ્ધાંજલિ સભા શનિવારે વડતાલ મંદિરના સભામંડપમાં યોજાઈ હતી. ઘનશ્યામ સ્વામીને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે વિવિધ મંદિરોના 250થી વધુ સંતો, ગુજરાત, મધ્ય પ્રદેશના 27 ઉપરાંત ઉપરાંત ગામોના 1,000થી વધુ હરિભક્તો ઉપસ્થિત હતા. જેમાં ગઢપુર મંદિરના ચેરમેન શાસ્ત્રી હરીજીવનદાસજી સ્વામી, બાપુ સ્વામી, નારાયણ સ્વામી-સુરત, બાલકૃષ્ણદાસજી સ્વામી-મેમનગર ગુરુકુળ, પ્રભુ સ્વામી-સુરત, વડતાલ મંદિરના ચેરમેન ડો. સંત વલ્લભદાસજી સ્વામી, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, વિવેક સ્વામી સહિત સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. દ્વારકા મંદિરના બ્રહ્મચારી સરજુદાસાનંદજીએ સ્વામીના પૂર્વાશ્રમ વિશે જણાવ્યું હતું. વિદેશમાં વિચરણ કરતા આચાર્ય રાકેશપ્રસાદજી પ્રમુખ મહારાજ, સત્સંગ મહાસભાના પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશદાસજીએ વર્ચ્યુઅલ હાજરી આપી હતી.

