વડાપ્રધાન શ્રી મોદીની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા

Tuesday 24th November 2015 14:49 EST
 
 

વિશ્વ હિન્દુ પરિષદ સાઉથ લંડનના ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની ત્રણ દિવસની બ્રિટન યાત્રા અને ભારત બ્રિટનના સંબંધો વિષે ચર્ચા સભાનું આયોજન આગામી તા. ૧૨મી ડિસેમ્બર ૨૦૧૫, શનિવારના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સ્વામી વિવેકાનંદ હોલ, ૧૦, થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ, ક્રોયડન CR7 6JN ખાતે કરવામાં આવ્યું છે. 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની ૩ દિવસની યાત્રાની ફળશ્રુતી અને વૈશ્વિક સ્તરે થઇ રહેલા ફેરફારોના પરિપ્રેક્ષ્યમાં ભારત – બ્રિટન વચ્ચેના સંબંધો વિષે મનનીય પ્રવચન કરશે. પ્રવચન પછી શ્રી સીબી ઉપસ્થિત શ્રોતાઅોના પ્રશ્નોના ઉત્તર આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૯ વર્ષથી બ્રિટનમાં વસવાટ કરતા અને ૪૦ વર્ષથી 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના તંત્રી તરીકે જવાબદારી અદા કરતા શ્રી સીબી પટેલ બ્રિટનની રાજકીય ગતિવિધિઅોથી સુપેરે પરિચીત છે અને બીજી તરફ ભારતના રાજકારણ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે તેઅો નિકટના મિત્રતાપૂર્ણ સંબંધો ધરાવે છે. આ ચર્ચાસભામાં ઉપસ્થિત રહેવા સર્વેને નિમંત્રણ છે.

વધુ માહિતી માટે સંપર્ક: VHP 020 8665 5502, કમલ રાવ 020 7749 4001 / 07875 229 211.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter