વસો નાગરિક મંડળ યુકેએ સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરી

નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ સાથે સંયુક્ત રીતે દિવાળી અને સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી પણ કરી

Wednesday 02nd November 2022 08:27 EDT
 
 

વસો નાગરિક મંડળ-યુકેએ તેની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી 30 ઓક્ટોબર રવિવારે કરી હતી. આ સાથે જ વસો નાગરિક મંડળે નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને કરમસદ સમાજ સાથે સંયુક્ત રીતે દિવાળી અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી પણ કરી હતી.
ખાસ મહેમાનો અને વક્તાઓમાં લોર્ડ એન્ડ લેડી નવનીત ધોળકિયા, ભારતીય હાઈ કમિશનનું પ્રતિનિધિત્વ કરતા શ્રી સંજય કુમાર, નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને વસો નાગરિક મંડળના પ્રમુખ પ્રવિણભાઈ અમીન, કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, નડિયાદ નાગરીક મંડળના પ્રમુખ જયશ્રી પટેલ, ધર્મજ સોસાયટી-લંડનના પ્રમુખ મુકુંદભાઈ પટેલ, નર્સિંગ હોમના માલિક જયેશભાઈ પટેલ અને મિનાર જ્વેલર્સ- ટૂટીંગના પ્રવિણભાઈ પટણીનો સમાવેશ થાય છે. પ્રવિણભાઈ, લોર્ડ નવનીતભાઈ ધોળકિયા અને સંજય કુમારે સરદાર પટેલના જીવન અને તેમની સિદ્ધિઓ વિશે વાત કરી જેણે એકીકૃત ભારતનું નિર્માણ કર્યું.
પ્રવિણભાઈ અમીને 1972માં વસો નાગરિક મંડળ-યુકેની સ્થાપના, પડકારો, ગતિ અને પ્રગતિ વિશે માહિતી આપી હતી. તેમણે વર્ણવ્યું કે તે દિવસોમાં કેવી રીતે બધું સ્વયંસેવકો બીડું ઝડપવામાં આવ્યું હતું. તેમની સાથે વસો નાગરિક મંડળના સમિતિના સભ્યો નૈનેશ પટેલ, પ્રદિપભાઈ અમીન, ઈલેશભાઈ પટેલ, વત્સલ અમીન, નિરંજન શાહ, કૃષ્ણકાંત શાહ, ગોપાલભાઈ પટેલ અને રશ્મિકાંત અમીને સંયુક્ત રીતે વસોની 50મી વર્ષગાંઠને બિરદાવી અને વસો ગામની વિવિધ સંસ્થાઓને આર્થિક રીતે મદદ કરવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વાત કરી.
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ અને વસો નાગરિક મંડળના કમિટી મેમ્બરોએ તમામ વ્યવસ્થા કરી હોલને સજાવ્યો હતો. પ્રારંભમાં બધાએ દીપ પ્રગટાવીને સરદાર પટેલને પુષ્પ અર્પણ કર્યા. સંગીત ગ્રૂપે રાષ્ટ્રીય અને લોકપ્રિય ગીતો વગાડ્યા હતા. ફાલ્ગુની, બિંદુ, શર્મિલા, પ્રીતિ, અભિષા, મિનાક્ષી, રશ્મિએ ઘૂમર ડાન્સ અને ગરબા ડાન્સ રજૂ કર્યો હતો. ઈલેશભાઈ પટેલે સિતાર પર લોકપ્રિય સંગીત રજૂ કર્યું હતું. બધાએ અન્નકુટનો આનંદ માણ્યો. કાર્યક્રમના અંતે આભારવિધિ જયેશભાઈ પટેલે કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter