વિલ્સડન સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ જયંતી સમારોહ ‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’

Tuesday 08th July 2025 09:30 EDT
 
 

નરનારાયણદેવ મંદિર - ભુજ તાબા હેઠળના શ્રી સ્વામિનારાયણ મંદિર - વિલ્સડનની ઐતિહાસિક સુવર્ણ જયંતી પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી ચાલી રહી છે. ‘સહજાનંદ સહાયતે - ધ ફેસ્ટિવલ ઓફ ગોલ્ડન હાર્ટ્સ’ અંતર્ગત 5 જુલાઇથી શરૂ થયેલા ઉત્સવનું 13 જુલાઇએ સમાપન થશે. અનેકવિધ કાર્યક્રમોની એક ઝલકઃ

• તા. 9 સાંસ્કૃતિક કાર્યક્રમ ‘ગોલ્ડન હાર્ટસઃ લેગસી ઓફ ડિવોશન’ તથા ‘ગોલ્ડન હાર્ટ્સઃ ડિવાઇન જર્ની’ (સાંજે 7.45)
• તા. 10 મહિલા નાટકઃ ઇકોસ ઓફ સુવાસિની, ભાઇઓ માટે ભજન-આશીર્વચન (સાંજેઃ 7.45)
• તા. 11 રાસોત્સવ (સાંજે 7.45)
• તા. 12 મહિલા ભક્તિ ‘હરી નામઃ લેટ યોર હાર્ટ સીંગ’ (બપોરે 2.00) અને લોક ડાયરો - રાજભા તથા રાજ ગઢવી (સાંજે. 7.45)
• તા. 13 જુલાઇ સમાપન સમારોહ (સવારે 11.00).
આ તમામ કાર્યક્રમો સહજાનંદ સભા મંડપ (નિસ્ડન સ્ટુડિયોસ, 430 હાઇ રોડ, લંડન - NW10 2DA) ખાતે યોજાશે. કાર્યક્રમ સ્થળે દરરોજ સવારે 7.30 વાગ્યે બ્રેકફાસ્ટ અને 11.30 વાગ્યે લંચ અને સાંજે 6.30 કલાકે ડીનર. આ પ્રસંગે દરરોજ સવારે 9.00 વાગ્યે અને સાંજે 4.00 વાગ્યે વૈરાગ્યમૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી રચિત શ્રીમદ્ હરિસ્મૃતિ નવાન્હ પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાશે. તા. 5થી 13 જુલાઇ દરરોજ સવારે 5.30થી 7.00 દરમિયાન સ્વામિનારાયણ મંદિર - વિલ્સડન ખાતે મંગળા આરતી, ધૂન, શણગાર દર્શન તથા શણગાર આરતી થશે. કાર્યક્રમની વધુ વિગતો માટે જૂઓ વેબસાઇટ WWW.SSTW.ORG.UK/50
********


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter