વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-યુકે સીઆઇસી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રવિવાર - 23 જૂને એકતા યોગ દિવસનું આયોજન કરાયું હતું. હિંદુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિબહેન પટેલ, યોગ નિષ્ણાતો કમુબહેન પલાન (ડાયરેક્ટર - પલાન ફાઉન્ડેશન), મીનલબહેન પટેલ અને યાશી વેકરિયા પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ પ્રસંગે દીપકભાઇ પટેલે જણાવ્યું કે, યોગ અને સુખાકારીની જાગૃતિ ફેલાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલનો સંદેશ છે કે, આપણે બધાએ આ પ્રકારના કાર્યક્રમો યોજીને વિશ્વ શાંતિ હાંસલ કરવાના ધ્યેય તરફ આગેકૂચ કરવું જોઈએ. આવા આયોજનો લોકોને એકસાથે જોડે છે અને સમુદાયમાં શાંતિ અને સંવાદિતા ફેલાવે છે.


