શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ ટેમ્પલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

Friday 21st July 2023 05:30 EDT
 
 

હેરોના કેન્ટન સ્થિત શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર (SKSST) ખાતે, આધ્યાત્મિકતા - આરોગ્ય - સુખાકારીના સર્વગ્રાહી અભિગમને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણે હાજરી આપી હતી. કાર્યક્રમમાં 90થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે મંદિર ખાતે છેલ્લા 16 વર્ષથી યોગ વર્ગ ચાલે છે. ભરતભાઇ મહેતાના માર્ગદર્શનમાં ચાલતા આ વર્ગો દર મંગળવારે સાંજે 7.00 વાગ્યાથી બે વિશાળ હોલમાં યોજાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter