શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત ગ્રંથ 'સાધુતાની મૂર્તિ'નું વિમોચન

Wednesday 03rd November 2021 07:43 EDT
 
 

કુમકુમ મંદિરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમનાં જીવન ઉપર શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી લિખિત ગ્રંથ 'સાધુતાની મૂર્તિ'નું વિમોચન કરવામાં આવ્યું હતું. પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ૨૧૬ પેજના આ ગ્રંથમાં શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની જીવનલીલા અને તેમણે આપેલા જીવન સંદેશનો સંગ્રહ છે. જીવનમાં સુખી થવું હોય તો દીકરાઓને સત્સંગનો વારસો આપજો, જે પોતાના દોષ જુએ અને બીજાના ગુણ જુએ તે સત્સંગમાં આગળ વધે છે તેવા અનેક સંદેશ તેમણે આપેલા છે. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી શાંત ગંભીર પ્રકૃતિ, ક્ષમાશીલ, કોઈને હાનિ ન થાય એવી ખેવના રાખનાર, સહજ સાધુતાના સ્વામી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter