શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે ૧૯૨મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી થશે

Tuesday 14th April 2015 13:44 EDT
 

શ્રી સ્વામીનારાયણ મંદિર, ભુજ ખાતે શ્રી નરનારાયણદેવના ૧૯૨મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે શ્રીમદ ભક્તિ ચિંતામણી શાસ્ત્ર અંતર્ગત (પરચાપ્રકરણ) પંચાહ્ન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું આયોજન તા. ૧૯થી ૨૩ એપ્રિલ દરમિયાન ભુજ ખાતે કરવામાં આવ્યું છે.

આ ઉત્સવના યજમાન લંડન ખાતે રહેતા અને મૂળ બળદીયાના વતની શ્રી કાનજીભાઇ ખીમજીભાઇ જેસાણી અને સામત્રાના નાથાલાલભાઇ વરસાણી પરિવાર છે. તા. ૧૯ના રોજ મંદિર પરિસરમાં શ્રી નરનારાયણ દેવ સર્વરોગ નિદાન સારવાર મેગા મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તા. ૧૯ના રોજ મોટા મહારાજ શ્રી તેમજ મહંત સ્વામીના વરદ હસ્તે કાર્યક્રમનો શુભારંભ થશે. આ પ્રસંગે પીઠાધિપતિ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી, આરોગ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી શ્રી તારાચંદભાઇ છેડા અને બ્રિટીશ ડેપ્યુટી હાઇકમિશ્નર જ્યોફ વેઇન ઉપસ્થીત રહેશે. તા. ૧૮ના રોજ સત્સંગ સંમેલન થશે. આ મહોત્સવમાં ભવ્ય રાસોત્સવ, શ્રી હરિરસ સંતવાણી, નગરયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમ, પંચામૃત, અનન્કૂટ દર્શનનો લાભ મળશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter