રાજકોટની મધ્યમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં આધ્યાત્મિકતા અને ભક્તિનો અદભૂત સંગમ સર્જાયો હતો. શ્રીમદ્દ રાજચંદ્રજીના 125મા સમાધિ દિવસ નિમિત્તે યોજાયેલા ચાર દિવસીય ભવ્ય ઉત્સવ ‘પરમ કૃપાળુ દેવ પરમ પ્રયાણ પર્વ’માં દેશભરના સંતો, આધ્યાત્મિક આગેવાનો અને સાધકો વિશાળ સંખ્યામાં એકત્રિત થયા હતાં. આ વિશાળ સમાગમમાં શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના પૂ. ગુરુદેવશ્રી રાકેશજી, સાયલાના શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળના પૂ. નલિનભાઈ, શ્રીમદ્ રાજચંદ્ર મિશન - દિલ્હીના પૂ. રત્નપ્રભુબેન અને કોબાના શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના સુરેશજી સહિત અનેક પ્રતિષ્ઠિત સંતો અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતાં.


