લંડન વિચરણ કરી રહેલા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વરિષ્ઠ સંતો સાથે અરવિંદભાઇ ‘ગુરુ’ પટેલના ડોલીસ હિલ સ્થિત નિવાસસ્થાને પધરામણી કરી હતી. ઉલ્લેખનીય છે કે સન 1970માં લંડન વિચરણ દરમિયાન પ.પૂ. યોગીજી મહારાજે આ નિવાસસ્થાને મુકામ કર્યો હોવાથી મહંત સ્વામી મહારાજથી લઇને તમામ સંતગણ માટે આ મુલાકાતનું આગવું મહત્ત્વ હતું. ઉપરની પ્રથમ તસવીરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજ, પ.પૂ. બ્રહ્મવિહારી સ્વામી સહિતના સંતગણને અંતરના ઉમળકાથી આવકારતા અરવિંદભાઇ જ્યારે નીચેની તસવીરમાં શ્રીજી મહારાજની આરતી કરતા પ.પૂ. મહંત સ્વામી મહારાજ.


