સંસ્થા સમાચાર (UK)

Wednesday 08th April 2020 02:50 EDT
 

ફ્રોડ કોલ સ્કેમથી સાવધાન રહેવા નીસડન મંદિરની અપીલ

BAPS શ્રીસ્વામિનારાયણ મંદિર,નીસડનના ઉપક્રમે ભક્તોને સલામતી માટે સતર્ક રહેવા માટે અનુરોધ કરાયો છે.હાલ કોરોના વાઇરસની મહામારીને પગલે સરકાર દ્વારા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી રહી છે. તાજેતરમાં ધ્યાને આવ્યું છે કે કેટલાક તત્વો વિવિધ ફોન કોલ સ્કેમ આચરી રહ્યાં છે. મંદિર દ્વારા ભક્તોને અનુરોધ કરાયોછે કે બેન્ક એકાઉન્ટ,બેન્કકાર્ડ પીન નંબર સહિતની કોઇપણ પ્રકારની પોતાની વ્યક્તિગત માહિતી અજાણ્યા ફોન કરનારાઓને આપવી નહીં. આવા ફોન કરનારાઓ પોતે બેન્કમાંથી કે અન્ય સરકારી વિભાગથી ફોન કરતાં હોવાનો દાવો કરે છે અને જાણકારી મેળવે છે. જો તમને જરા પણ શંકા થાય તો તરત ફોન કટ કરી દો અને કોઇપણ માહિતીના આપો. આવા સમયે પણ કેટલાક ધૂતારા પરિસ્થિતિનો ગેરલાભ લઇને નાગરિકો સાથે છેતરપિંડી કરવા સક્રિય છે. મંદિર દ્વારા પણ આવા કોઇ ફ્રોડ કોલવાળાની વાતોમાં નહિ આવવા તાકીદ કરાઈ છે.

રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન

આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫,હાઈસ્ટ્રીટ,કાઉલી,મીડલસેક્સ UB8 2EZ ખાતે ભક્તો રામનવમીની ઉજવણીના ઓનલાઇન દર્શન કરી શકે તે વ્યવસ્થા કરવામાં આવી હતી. રામનવમી ઉજવણીમાં ભક્તો ઓનલાઇન સામેલ થઇ શકે તે માટે મંદિર વ્યવસ્થાપન મંડળ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ભક્તોને બપોરની આરતીમાં ઓનલાઇન જોડાવા આહ્વાન કરાયું હતું.

હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ

પૂ. રામબાપાના સાનિધ્યમાં રવિવાર તા.૧૨.૪.૨૦૨૦ના રોજ સોશ્યલ ક્લબ હોલ,નોર્થ વિક પાર્ક હોસ્પિટલ,હેરો HA1 3UJ ખાતે યોજાનાર ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ મોકૂફ રખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter