બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• કરમસદ સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી). વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નક્ષત્ર, સ્નેકી લેન, ફેલ્ધામ - TW13 7NA. વધુ માહિતી માટે સંપર્કઃ મહેન્દ્રભાઇ એસ. પટેલ (ફોન 07956 458872)
• નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (રાત્રે 8.00 વાગ્યાથી). સ્થળઃ નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ બિલ્ડીંગ, 26 ટૂટિંગ હાઇ સ્ટ્રીટ, લંડન - SW17 0RG (નેટવેસ્ટ બેન્કની બાજુમાં) વધુ માહિતી માટે સંપર્કઃ ઉમેશભાઇ અમીન (ફોન 07956 254274)
• છ ગામ નાગરિક મંડળ-યુકે દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 4 ઓક્ટોબર (સાંજે 7.30 વાગ્યાથી). સ્થળઃ કિંગ્સબરી ગ્રીન પ્રાયમરી સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન લંડન - NW9 9ND વધુ માહિતી માટે સંપર્કઃ કલાબહેન પટેલ (ફોન 07956 258311) / જયરાજભાઇ ભાદરણવાલા (ફોન 07956 816556
• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે દશેરા પર્વની ઉજવણી તા. 5 ઓક્ટોબર. દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન અને પ્રસાદ. મંદિરમાં દર્શન/મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30.
• શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સંસ્થાપક સદગુરુ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની 104મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી તા. 6 ઓક્ટોબર (સાંજે 6.00થી 9.00). સમગ્ર કાર્યક્રમનું પ્રસારણ સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટ્યુબ ચેનલ પર લાઇવ.
• એસકેએલપીસી-યુકે દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી 6 ઓક્ટોબર (સાંજે 7.30થી 11.00). સ્થળઃ ગ્રાન્ડ માર્કી - SKLPC UK, ઇંડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મિડલસેક્સ - UB5 6RE
• સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી તા. 7 ઓક્ટોબર (સાંજે 7.30થી રાત્રે 11.00), વિનામૂલ્યે વિશાળ કાર પાર્કિંગ. સ્થળઃ નોરબરી મેનોર બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે - CR7 8BT. વધુ વિગત માટે સંપર્કઃ ભાવનાબહેન પટેલ (ફોન 07932 523040)
• આદ્ય શક્તિ માતાજી મંદિરે કરવા ચોથ પૂજા 9 ઓક્ટોબરે (બપોરે 3.30થી 7.30 - ચંદ્રોદય 7.42 કલાકે). સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (ફોનઃ 07882 253 540)
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે. રવિવાર સત્સંગ - સાંજે 6.00થી 7.15 (મુખ્ય મંદિર), મહિલા સત્સંગ - દર મંગળવારે બપોરે 12.30થી 2.00 (શિવાજી હોલ), યોગ શિબિર - દર બુધવારે સાંજે 7.30થી 8.30 (શિવાજી હોલ), વડીલ સભા - દર ગુરુવારે સવારે 11.00થી બપોરે 1.30 (કોમ્યુનિટી હોલ), લલિતા સહસ્રનામ સ્તોત્રમ્ - દર શુક્રવારે સાંજે 6.30થી 7.15 (મુખ્ય મંદિર), કુંગ ફુ - દર શુક્રવારે સાંજે 7.00થી 8.00 (શિવાજી હોલ). મંદિરમાં દર્શનનો સમયઃ સવારે 8.30થી 12.30 (આરતી સવારે 10.00) અને સાંજે 6.00થી 8.30 (આરતી સાંજે 7.15). વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
• બ્રેન્ટ ઇંડિયન-કોમ્યુનિટી સેન્ટર અનેકવિધ પ્રવૃત્તિઓથી ધબકતું રહે છે. અહીં સોમવારથી શુક્રવાર (બપોરે 1.00થી 3.30) ભજન, મિલન-મુલાકાત, હિન્દુ તહેવારો તથા ખાસ પ્રસંગોની ઉજવણી, ફોન અને ટેબ્લેટ ટ્રેનિંગ (10 સપ્તાહનો કોર્ષ), સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના પ્રવાસો તેમજ તન-મનને સ્વસ્થ રાખતી પ્રવૃત્તિ યોજાય છે. જેમાં શનિવારે યોગ વર્ગ (સવારે 9.30થી 10.30), પહેલા તથા છેલ્લા ગુરુવારે (બપોરે 1.00થી 3.30) ચિંતન-મનન તથા લાફ્ટર યોગ, બુધવારે (બપોરે 2.00) ઝૂમ પર હેલ્થ ટોક તેમજ નિષ્ણાતો દ્વારા આરોગ્ય સંબંધિત વિષય પર સત્રનો સમાવેશ થાય છે. સ્થળઃ સ્વાગત હોલ, 19 ડડ્ડેન હિલ લેન, લંડન - NW10 2ET વધુ માહિતી માટે જૂઓઃ www.bi-cc.org.uk
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.