સંસ્થા સમાચાર (અંક 06 જૂન 2026)

Wednesday 03rd June 2026 06:29 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• યુનિટી ઇન ડિવાઇનિટી-યુકે દ્વારા સોમ યજ્ઞ અને સત્સંગ સંધ્યા તા. 7 જૂન (સાંજે 4.30થી 7.30). નાગ્રેચા પરિવારના સહયોગથી યોજાઇ રહેલા સોમ યજ્ઞ - સત્સંગ સંધ્યા પ્રસંગે પ.પૂ. ગોસ્વામી આચાર્ય ડો. ગોકુલોત્સવજી મહારાજશ્રી, આચાર્ય શ્રી વ્રજોત્સવજી મહોદયશ્રી અને આચાર્ય શ્રી ઉમંગરાયજી ખાસ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે રાજુભાઇ દેપાળા અને મંડળી દ્વારા ભક્તિસંગીત રજૂ થશે અને બાદમાં મહાપ્રસાદ. સ્થળઃ હરીબહેન બચુભાઇ નાગ્રેચા હોલ, 198-206 લેટન રોડ, લંડન - E15 1DT. વધુ માહિતી માટે સંપર્કઃ હસુભાઇ નાગ્રેચા (07946 565 888) / ઉમીબહેન રાડિયા (07760 388 911) અથવા જૂઓ વેબસાઇટઃ somayagna.com

પૂ. ગિરિબાપુની શિવકથા તા. 7 જૂન સુધી શ્રી ભારતીય મંડલ (સ્થળઃ 103 યુનિયન રોડ, એસ્ટન અંડરલાઇન - 0L6 8JN) અને તા. 8થી 14 જૂન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર (સ્થળઃ 541એ વોરવિક રોડ, ટાય્સ્લે, બર્મિંગહામ - B11 2JP). વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 7 જૂન સમયઃ બપોરે 1.00થી 4.00 સ્થળઃ સ્લોઉ હિન્દુ ટેમ્પલ, સ્લોઉ SL1 2XU (સંપર્કઃ સરલા કક્કડ - 07795 190728) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• શ્રી વિઠ્ઠલ રુકમણી મંદિર-યુકે રજૂ કરે છે પહેલો ભવ્ય વાદ્ય મહોત્સવ 2026. તા. 6 જૂનના રોજ (સવારે 11.00થી 4.00 સાંજે) યોજનારા આ કાર્યક્રમમાં 10થી વધુ ઢોલ-તાસા ગ્રૂપના 150થી કલાકારો મહારાષ્ટ્રનું પરંપરાગત ઢોલ-તાસા સંગીત રજૂ કરશે. સ્થળઃ વિન્ડર રેસકોર્સ, મેઇડનહેડ રોડ, વિન્ડસર, બર્કશાયર - SL4 5JJ
• વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા અધિક માસ નિમિત્તે તા. 14 જૂન સુધી દરરોજ વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રમ, પીપળ અને તુલસી મહારાણી પૂજા (સવારે), પુરુષોત્તમ ભગવાન પૂજા (સવારે), દીપ દાનમ્ (સાંજે) સહિતની વિવિધ પૂજાવિધિ. દરરોજ બપોરે 12.30થી 2.00 ડાઇનિંગ હોલમાં પ્રસાદ પીરસાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિક મહારાજ 07801 838511 / વિશાલ મહારાજ 07557 308251
• નારાયણ સેવા સંસ્થાન યુકે દ્વારા ગરીબ અને દિવ્યાંગ લોકો માટે 46મો સમૂહ લગ્ન સમારોહ તા. 6 અને 7 જૂન, સ્થળઃ ગોલ્ડન સ્ટાર બેન્કવેટ, રોહિણી ડેપો-2, સેક્ટર-12, રોહિણી, દિલ્હી. આર્થિક સહયોગ માટે સંપર્કઃ લેસ્ટર ઓફિસ, 12 મેલ્ટન રોડ, લેસ્ટર - LE4 5EA (ફોનઃ 01163 196 495). કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળો યુટ્યુબ, ફેસબુક અને આસ્થા ચેનલ પર - તા. 7 જૂન.
નવનાત વણિક એસોસિએશન - મુખ્ય સંસ્થાની એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) તા. 14 જૂનના રોજ યોજાશે. મિટિંગનો સમય - એજન્ડા - નોમિનેશન્સ સહિતની વિગતો હવે પછી જાહેર થશે. મિટિંગમાં માત્ર આજીવન સભ્યો અને વાર્ષિક સભ્યો જ હાજરી આપી શકશે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.navnat.com
• સાઉથ લંડન કોમ્યુનિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા. 21 જૂન (બપોરે 2.00થી 5.00). બાળકો માટે પણ અલગ યોગ સેશન અને એક્ટિવિટી. (સ્થળઃ ઓક ફિલ્ડ પ્રાયમરી સ્કૂલ, સ્ટેનલી પાર્ક રોડ, કાર્શેલ્ટન, સરે - SM5 3HW) વધુ માહિતી માટે સંપર્કઃ હંસા પટેલ 07816 232 034
• વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે દ્વારા સટ્ટનમાં ત્રીજો રથ યાત્રા મહોત્સવ તા. 5 જુલાઇ (સવારે 11.00થી 4.00). ભજન જામિંગ, ક્લાસિકલ ડાન્સ, કલ્ચરલ ફેર, સ્વાદિષ્ટ પ્રસાદ, ફૂડ સ્ટોલ્સની મજા માણો. સ્થળઃ બેડ્ડીંગ્ટન પાર્ક (ચર્ચ રોડ), સટ્ટન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter