સંસ્થા સમાચાર (અંક 06 સપ્ટેમ્બર 2025)

Wednesday 03rd September 2025 07:04 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

નિસ્ડન મંદિરે મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતીની ઉજવણી
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન દ્વારા પ.પૂ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી પ્રસંગે તા. 13 સપ્ટેમ્બરના રોજ વિશેષ કાર્યક્રમ ‘એન ઓશન ઓફ વર્ચ્યુ’નું આયોજન કરાયું છે. મહિમા અને ભક્તિથી રસતરબોળ કરી દેતા આ કાર્યક્રમમાં હાજરી માટે પ્રિ-રજિસ્ટ્રેશન જરૂરી છે. વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે એક જ કાર્યક્રમ બે વખત રજૂ થશે. મંદિર સંચાલકો દ્વારા સહુ હરિભક્તોને અનુરોધ કરાયો છે કે ઘરદીઠ એક વ્યક્તિ એક ઉત્સવ માટે નામ નોંધાવે તે ઇચ્છનીય છે. ઉત્સવ માટે નામ નોંધાવ્યા બાદ તમે આપેલા ઇ-મેઇલ પર કન્ફર્મેશન મેઇલ મોકલી અપાશે. વધુ માટે સંપર્કઃ [email protected]
• ઉત્સવ-1ઃ રજિસ્ટ્રેશન સવારે 11.00થી 1.00, લંચ 11.00થી 12.30, કાર્યક્રમ 1.00થી 3.00 • ઉત્સવ-2ઃ રજિસ્ટ્રેશન સાંજે 5.00થી 7.00, ડીનર 5.00થી 6.30, કાર્યક્રમ 7.00થી 9.00

•••

ધર્મજ સોસાયટી ઓફ લંડનનું વાર્ષિક સ્નેહમિલન
ધર્મજ સોસાયટી ઓફ લંડન (ધસોલ) યોજાતો વાર્ષિક સ્નેહમિલન સમારોહ આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હેરોમાં યોજાશે. કમિટી મેમ્બર્સ અને ટ્રસ્ટીઓએ સમાજના સહુ સભ્યોને આ પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. સાથે સાથે જ તેમણે સભ્યોને અનુરોધ કર્યો છે કે કાર્યક્રમમાં પરિવારના કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે તેની માહિતી 6 સપ્ટેમ્બર સુધીમાં મુકુંદભાઇ પટેલને ફોન (07543 833758) અથવા ઇમેઇલ ([email protected]) દ્વારા જણાવી દેવી જેથી ભોજન વ્યવસ્થા સહિતના આયોજનમાં સુગમતા રહે. આ ઉપરાંત જે સભ્યો સંસ્થાના ભાવિ કાર્યક્રમો અને આયોજનોની નિયમિત માહિતી મેળવવા ઇચ્છે છે તેમને ‘ધર્મજ સોસાયટી લંડન’ના વ્હોટસએપ ગ્રૂપમાં જોડાવા અનુરોધ કરાયો છે. • તારીખઃ 14 સપ્ટેમ્બર (સમયઃ બપોરે 12થી 5.00) • સ્થળઃ બ્લૂ રૂમ, 220 હેડસ્ટોન લેન, હેરો - HA2 6LY

•••

SKLPC - યુકે દ્વારા ચોવીસ ગામ ઉજમણી અને નવરાત્રિ મહોત્સવ
શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) - યુકે દ્વારા આ વર્ષે પણ ચોવીસ ગામ ઉજમણી 2025 અને નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. ચોવીસ ગામ ઉજમણી તા. 21 સપ્ટેમ્બરના રોજ (સવારે 10.30 બપોરે 3.00) અને તા. 23 - 24 અને 25 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિ પર્વની ઉજવણી થશે. રાત્રે 8.15 કલાકે આરતી થશે. કોઇપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે 10 સપ્ટેમ્બર સુધીમાં RSVP જરૂરી છે, જેથી આયોજનમાં સુગમતા રહે. વધુ માહિતી અને કન્ફર્મેશન માટે મેઇલ કરોઃ [email protected]. નામની નોંધણી થયા બાદ સમય - સ્થળ સહિતની જરૂરી માહિતી મોકલી અપાશે.
• એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને કિંગ્સબરી, વેમ્બલી તથા કેન્ટન લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યોના લાભાર્થે ભંડોળ એકત્ર કરવા 13 સપ્ટેમ્બરના રોજ (બપોરે 2.00 વાગ્યાથી) હનુમાન ચાલીસના 51 પાઠનું આયોજન થયું છે. લેસ્ટરના કાજલ ઓડેદરા અને મિત્રો દ્વારા હનુમાન ચાલીસાનું ગાન થશે. સ્થળઃ ઘનશ્યામ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF. વધુ માહિતી માટે સંપર્કઃ વિનુભાઇ કોટેચા - 07956847764
• શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર - બોલ્ટનનો 48મો પાટોત્સવ બીજી સપ્ટેમ્બરથી શરૂ થયો છે જેની પૂર્ણાહૂતિ શનિવાર - 6 સપ્ટેમ્બરે થશે. આ પ્રસંગે પૂજન વિધિ, યુવક મંડળ સભા, વચનામૃત સહિતના કાર્યક્રમો યોજાયા છે. તા. 6ના રોજ (સવારે 11.00) અભિષેક, ધ્વજારોપણ અને સમાપન સમારોહ યોજાશે. વચનામૃત દરરોજ સવારે 9.30થી 11.00 અને સાંજે 5.30થી 7.00. સ્થળઃ 1-11 એડિલેઇડ સ્ટ્રીટ, બોલ્ટન - BL3 3NY વધુ માહિતી માટે સંપર્કઃ (ઓફિસ) 1204 652 604
• તન અને મનની સુખાકારી માટે સક્રિય બળદિયા યુથ ક્લબ દ્વારા દર શનિવારે સાંજે 6.00 વાગ્યે યોગનિષ્ણાત ભરતભાઇના માર્ગદર્શનમાં પ્રેસ્ટોન મેનોર હાઇ સ્કૂલ ખાતે યોગ સત્ર.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter