બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે મહાશિવરાત્રીની ઉજવણી
દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન ખાતે 15 ફેબ્રુઆરીના રોજ (સવારે 9.00થી રાત્રે 8.00) મહાશિવરાત્રી પર્વે શિવજીના દર્શન અને પૂજન, વૈદિક મહારુદ્રાભિષેક, અન્નકૂટ વગેરેનું આયોજન થયું છે. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ neasdentemple.org સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW
• પ.પૂ. માધવપ્રિયદાસજી પ્રેરિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પરિવાર (એસએસજીપી) - યુકે દ્વારા 7મી ફેબ્રુઆરીએ ગ્રામીણ ભારતની વંચિત બાળાઓના શિક્ષણ અર્થે ભંડોળ એકત્ર કરવા ભજનસંધ્યા. આ પ્રસંગે શિવ શક્તિ ભજન મંડળ - વુલ્વીચના ધનજીભાઇ અને ભીમજીભાઇ ભજનો રજૂ કરશે. સમયઃ પ્રસાદ સાંજે 5.00 વાગ્યાથી અને ભજન 6.30 વાગ્યાથી. સ્થળઃ ક્રોફ્ટ હોલ, કિંગ્સબરી હાઇ સ્કૂલ - લોઅર સ્કૂલ, બેકન લેન, કિંગ્સબરી, લંડન - NW9 9AT. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 07831 092 042
• ભારતીય કળાસંસ્કૃતિનું ઘર ગણાતા ધ ભવન દ્વારા ભારતના પ્રજાસત્તાક પર્વની ઉજવણી તા. 10 ફેબ્રુઆરી (સાંજે 6.30 વાગ્યાથી). ભારતના હાઇ કમિશનર વિક્રમ દોરાઇસ્વામીના મુખ્ય મહેમાનપદે યોજાનારા આ કાર્યક્રમમાં પ્રવેશ વિનામૂલ્યે છે, પરંતુ રજિસ્ટ્રેશન જરૂરી છે. વધુ માહિતી માટે સંપર્કઃ 020 7381 3086. સ્થળઃ 4A કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન - W14 9HE


