બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર-નિસ્ડન ખાતે દિપોત્સવી પર્વે તા. 20 ઓક્ટોબરના રોજ મંદિર અન્નકૂટ દર્શન (સવારે 10.00થી 7.00), શારદા પૂજન (સાંજે 5.45થી 7.15), આતશબાજી (રાત્રે 8.00થી 8.30). તા. 22 ઓક્ટોબરના રોજ મંદિર અને ભવ્ય અન્નકૂટ દર્શન (સવારે 10.00થી રાત્રે 9.00). દર અડધા કલાકે આરતી. બન્ને દિવસે મંદિરની સામેના ભાગે હોટ ફૂડ સ્ટોલ અને ગિફ્ટ શોપ (સાંજે 4.00થી રાત્રે 9.30). ખાસ નોંધ લેશો કે 21 ઓક્ટોબરે અન્નકૂટ દર્શન કે દિવાળી ઉજવણીના કોઇ કાર્યક્રમ યોજાયા નથી. સ્થળઃ પ્રમુખ સ્વામી રોડ, નિસ્ડન, લંડન - NW10 8HW. વધુ માહિતી માટે જૂઓ વેબસાઇટઃ www.neasdentemple.org
• અનુપમ મિશન - ડેન્હામ ખાતે ગુરુહરિ સંત ભગવંત સાહેબજીની નિશ્રામાં દિપાવલી પર્વે તા. 17 ઓક્ટોબરના રોજ લક્ષ્મીપૂજન - શારદાપૂજન (સાંજે 6.00 વાગ્યાથી) તથા મહાપ્રસાદ (રાત્રે 8.30). તા. 18 ઓક્ટોબરના રોજ અન્નકૂટ ઉત્સવ પ્રસંગે થાળ અને નૂતન વર્ષ આશીર્વાદ (સવારે 11.30 વાગ્યે), પ્રથમ આરતી બપોરે 1.00 વાગ્યે અને તે પછી દર અડધા કલાકે જ્યારે છેલ્લી આરતી સાંજે 5.00 વાગ્યે. સમગ્ર ઉજવણી દરમિયાન મહાપ્રસાદ પીરસાશે. સ્થળઃ ધ લી, વેસ્ટર્ન એવન્યુ, ડેન્હામ, અક્સબ્રિજ - UB9 4NA વધુ માહિતી માટે સંપર્કઃ 895832709
• શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે દિવાળી અને નૂતન વર્ષ પ્રસંગે તા. 18 ઓક્ટોબરે ધનતેરસ, તા. 19 ઓક્ટોબરે કાળી ચૌદશે હનુમાન ચાલીસા (સવારે 10.00થી બપોરે 1.00), તા. 20 ઓક્ટોબરે દિવાળી પર્વે ચોપડા-લક્ષ્મી પૂજન (સવારે 11.00 વાગ્યે) અને તા. 22 ઓક્ટોબરે નૂતન વર્ષ મહાઆરતી (સવારે 8.00 વાગ્યે) તથા તથા અન્નકૂટ દર્શન (સવારે 7.00થી સાંજે 7.00). વધુ માહિતી માટે સંપર્કઃ મંદિર ઓફિસ - 8903 7737 અથવા મંદિરના પૂજારી ભાવિકભાઇ - 07801838511
• આદ્ય શક્તિ માતાજી મંદિરે કરવા ચોથ પૂજા 9 ઓક્ટોબરે (બપોરે 3.30થી 7.30 - ચંદ્રોદય 7.42 કલાકે). સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (ફોનઃ 07882 253 540)
• ભક્તિવેદાંત મેનોર (હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ) ખાતે દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન અને પ્રસાદ. મંદિરમાં દર્શન/મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30.