બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
•••
નિસ્ડન મંદિરે મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતીની ઉજવણી
બીએપીએસ સ્વામિનારાયણ મંદિર - નિસ્ડન દ્વારા પ.પૂ. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી પ્રસંગે તા. 13 સપ્ટેમ્બરના રોજ વિશેષ કાર્યક્રમ ‘એન ઓશન ઓફ વર્ચ્યુ’નું આયોજન કરાયું છે. મહિમા અને ભક્તિથી રસતરબોળ કરી દેતા આ કાર્યક્રમમાં હાજરી માટે પ્રિ-રજિસ્ટ્રેશન જરૂરી છે. વધુમાં વધુ લોકો લાભ લઇ શકે તે માટે એક જ કાર્યક્રમ બે વખત રજૂ થશે. મંદિર સંચાલકો દ્વારા સહુ હરિભક્તોને અનુરોધ કરાયો છે કે ઘરદીઠ એક વ્યક્તિ એક ઉત્સવ માટે નામ નોંધાવે તે ઇચ્છનીય છે. ઉત્સવ માટે નામ નોંધાવ્યા બાદ તમે આપેલા ઇ-મેઇલ પર કન્ફર્મેશન મેઇલ મોકલી અપાશે. વધુ માહિતી માટે સંપર્કઃ [email protected] • ઉત્સવ-1ઃ રજિસ્ટ્રેશન સવારે 11.00થી 1.00, લંચ 11.00થી 12.30, કાર્યક્રમ 1.00થી 3.00 • ઉત્સવ-2ઃ રજિસ્ટ્રેશન સાંજે 5.00થી 7.00, ડીનર 5.00થી 6.30, કાર્યક્રમ 7.00થી 9.00
•••
ધર્મજ સોસાયટી ઓફ લંડનનું વાર્ષિક સ્નેહમિલન
ધર્મજ સોસાયટી ઓફ લંડન (ધસોલ) યોજાતો વાર્ષિક સ્નેહમિલન સમારોહ આ વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હેરોમાં યોજાશે. કમિટી મેમ્બર્સ અને ટ્રસ્ટીઓએ સમાજના સહુ સભ્યોને આ પ્રસંગે સહપરિવાર ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ આપ્યું છે. સાથે સાથે જ તેમણે સભ્યોને અનુરોધ કર્યો છે કે કાર્યક્રમમાં પરિવારના કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે તેની માહિતી 6 સપ્ટેમ્બર સુધીમાં મુકુંદભાઇ પટેલને ફોન-07543 833758 / ઇમેઇલ ([email protected]) દ્વારા જણાવી દેવી જેથી ભોજન વ્યવસ્થા સહિતના આયોજનમાં સુગમતા રહે. આ ઉપરાંત જે સભ્યો સંસ્થાના ભાવિ કાર્યક્રમો અને આયોજનોની નિયમિત માહિતી મેળવવા ઇચ્છે છે તેમને ‘ધર્મજ સોસાયટી લંડન’ના વ્હોટસએપ ગ્રૂપમાં જોડાવા અનુરોધ કરાયો છે. • તારીખઃ 14 સપ્ટેમ્બર (સમયઃ બપોરે 12થી 5.00) • સ્થળઃ બ્લૂ રૂમ, 220 હેડસ્ટોન લેન, હેરો - HA2 6LY
•••
• SKLPC - યુકે દ્વારા ચોવીસ ગામ ઉજમણીઃ કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (SKLPC) - યુકે દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોવીસ ગામ ઉજમણી 2025 અને નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે. ગામ ઉજમણી તા. 21 સપ્ટેમ્બરે (સવારે 10.30 બપોરે 3.00) અને તા. 23 - 24 - 25 સપ્ટેમ્બરે નવરાત્રિ પર્વ ઉજવાશે. વધુ માહિતી માટે મેઇલ કરોઃ [email protected]. કાર્યક્રમ માટે નામની નોંધણી થયા બાદ સમય - સ્થળ સહિતની માહિતી મોકલાશે.
• એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ અને કિંગ્સબરી, વેમ્બલી તથા કેન્ટન લાયન્સ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યોના લાભાર્થે ભંડોળ એકત્ર કરવા 13 સપ્ટેમ્બરના રોજ (બપોરે 2.00 વાગ્યાથી) હનુમાન ચાલીસાના 51 પાઠનું આયોજન થયું છે. લેસ્ટરના કાજલ ઓડેદરા અને મિત્રો દ્વારા હનુમાન ચાલીસાનું ગાન થશે. સ્થળઃ ઘનશ્યામ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF. વધુ માહિતી માટે સંપર્કઃ વિનુભાઇ કોટેચા - 07956 847 764
• ભક્તિવેદાંત મેનોર ખાતે તા. 11 સપ્ટેમ્બરે (સાંજે 7.00થી 8.30) કિર્તન કાર્યક્રમ ‘મેનોર - મંત્ર - મ્યુઝિક’. 13 સપ્ટેમ્બરે શ્રીલા પ્રભુપાદના અમેરિકા આગમન જયંતીની ઉજવણી પ્રસંગે કિર્તન-પ્રસાદ. દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’ અંતર્ગત મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન ને પ્રસાદ. મંદિરમાં દર્શન/ મુલાકાતનો સમયઃ સોમવારથી શનિવાર સવારે 10.00થી બપોરે 1.00 અને સાંજે 4.00થી 7.30 - રવિવાર અને બેન્ક હોલિડે સવારે 10.00થી સાંજે 7.30 સ્થળઃ હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ
• આદ્ય શક્તિ માતાજી મંદિરે તા. 21 સપ્ટેમ્બરના રોજ (બપોરે 3.00) અમાવાસ્યા સર્વ પિતૃ સમૂહ પૂજા. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (ફોનઃ 07882 253 540)
• બ્રેન્ટ ઇંડિયન કોમ્યુનિટી સેન્ટર (BI-CC) ખાતે તા. 12 સપ્ટેમ્બરે રોયલ ક્લેક્શન ટ્રસ્ટ દ્વારા આયોજિત બકિંગહામ પેલેસ મ્યૂઝ અંતર્ગત રાજવી પરિવારની જાહોજલાલી નિહાળવાનો અવસર. સ્થળઃ સ્વાગત હોલ, 19 ડડ્ડેન હિલ લેન, લંડન - NW10 2ET વધુ માહિતી માટે જૂઓઃ www.bi-cc.org.uk