સંસ્થા સમાચાર (અંક 16 મે 2026)

Wednesday 13th May 2026 06:33 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા કોમેડી નાટક ‘બા અમારા બાઝીગર’ની વર્લ્ડ ટુર. મનોરંજનના મહારાણી કોમેડી ક્વીન પ્રતિમા ટી.ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતાં આ નાટકમાં તેમની સાથે અભિયના ઓજસ પાથરે છે જીતુ કોટક, અક્ષય પટેલ, ફાલ્ગુની રાવલ, હેલી પંચાલ અને નિરવ મશરૂવાલા. પ્રોડ્યુસર્સ રાજુ શાહ - અનિશ શાહ તથા યોગેશ શાહ દ્વારા નિર્મિત અને અક્ષય પટેલ દ્વારા લિખિત નાટકનું દિગ્દર્શન કર્યું છે ખુદ પ્રતિમા ટી.એ. યુકેમાં નાટકના શો તા. 15 મે - સ્થળઃ બ્રેડફોર્ડ (ચંપક - 07769 830 476), તા. 16 મે - સ્થળઃ રાયસ્લીપ (રમેશ શાહ - 07742 045 154), તા. 17 મે ચેરિટી શો - સ્થળઃ રાયસ્લીપ (જયેશ દેસાઇ - 07877 287 318 / સંધ્યા ગોહીલ - 07587 167 916), તા. 22 મે નોટિંગહામ (ભાવેશ જાની - 07947 561 947), તા. 23 મે વુડફોર્ડ ગ્રીન (સુભાષ ઠાકર 07977 939 457), તા. 24 મે ફિંચલે (કિરીટ હરિયા - 07879 010 721), તા. 24 મે આર્લ્પટન (07947 561 947) અને તા. 25 મે પોટર્સ બાર (નિતિન શાહ - 07972 626 386)
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 10 મે - સાંજે 5.00થી 8.00 સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ - IG1 1EE (સંપર્કઃ સુરિન્દર ગૌતમ - 07504981198) અને તા. 17 મે - બપોરે 1.00થી 4.00 સ્થળઃ લેમિંગ્ટન સ્પા, 28 ધ ગ્લોસ લેમિંગ્ટન સ્પા, CV31 2BL (સંપર્કઃ શ્યામ ભારદ્વાજ - 07877 051072), તા. 23 -24 મે સ્થળઃ હિન્દુ મંદિર 36 એલેક્ઝાન્ડ્રા રોડ, બર્લે, લીડ્સ - LS6 1RF (સંપર્કઃ વસંતભાઇ મિસ્ત્રી - 07713 791877) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• પુષ્ટિમાર્ગીય વલ્લભ સેવા શિક્ષણ મંડળ અને શ્રી છપ્પન ભોગ સમિતિ દ્વારા અધિક માસમાં છપ્પન ભોગ પ્રસંગે તા. 15ના રોજ (સાંજે 7.00થી 8.00) સજાવટ, તા. 16ના રોજ (બપોરે 3.00થી 6.00) નંદ મહોત્સવ, વિવિધ મનોરથ તથા પાતાળ મહાપ્રસાદ અને 17 મેના રોજ (બપોરે 3.00થી 6.00) છપ્પન ભોગ દર્શન અને વિવિધ મનોરથ પાતાળ મહાપ્રસાદ. સ્થળઃ સેન્ટ બેમાડેટ્ટસ સ્કૂલ, ક્લિફ્ટન રોડ HA3 9NS. વધુ માહિતી માટે સંપર્કઃ હિરેન ભીમજીયાણી - 07952 363585
• વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા અધિક માસ નિમિત્તે તા. 17 મેથી તા. 14 જૂન વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રમ, પીપળ અને તુલસી મહારાણી પૂજા (સવારે), પુુરુષોત્તમ ભગવાન પૂજા (સવારે), દીપ દાનમ (સાંજે) સહિતની વિવિધ પૂજાવિધિ. દરરોજ બપોરે 12.30થી 2.00 ડાઇનિંગ હોલમાં પ્રસાદ પીરસાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિક મહારાજ 07801 838511 / વિશાલ મહારાજ 07557 308251
• તુલસી સેવા ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. આચાર્ય બ્રહ્મર્ષિ શ્રી ઋષિવરજીના વ્યાસપીઠ પદે તા. 19થી 25 મે (બપોરે 3.00થી સાંજે 7.00) શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ - HA0 3DW. વધુ માહિતી માટે સંપર્કઃ +44 7407 434355


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter