બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વડતાલ ધામ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવ પ્રસંગે તા. 2થી 4 જાન્યુઆરી ત્રિદિનાત્મક સત્સંગ કથા. વક્તાપદે વડતાલ ધામના સ્વામી કૈવલ્યસ્વરૂપદાસજી. સ્વામિનારાયણ સત્સંગ સમાજ-પીનર દ્વારા આયોજિત આ કથાપ્રસંગે પોથાયાત્રા, ઠાકોરજીનો અભિષેક, અન્નકૂટ-આરતી અને રાસોત્સવ યોજાશે. નજીકનું ટ્યુબ સ્ટેશન પીનર સ્ટેશન - ઇસ્ટકોટ સ્ટેશન. સ્થળઃ શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિર, બ્રાઇડ્લે રોડ HA5 2SH. વધુ માહિતી માટે જૂઓઃ www.vadtaldham.uk
• વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજી મહોદય દ્વારા સ્થાપિત VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન)ના ઉપક્રમે તા. 21થા 29 ડિસેમ્બર દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાનમાં વૈષ્ણવ સંપ્રદાયનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ. આ પ્રસંગે ‘ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ અંતર્ગત શોભાયાત્રા, તીર્થદર્શન, કળશ મહોત્સવ, યજ્ઞ, કથા સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા છે.


