સંસ્થા સમાચાર (અંક 20 સપ્ટેમ્બર 2025)

Thursday 18th September 2025 06:31 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• નવનાત વડીલ મંડળ દ્વારા સ્મરણાંજલિ 2025 19 સપ્ટેમ્બરે (સવારે 11.00થી સાંજે 5.00). પૃથ્વી પરથી વિદાય લઇ ચૂકેલા સ્વજનોને અંજલિ આપવા યોજાયેલા આ કાર્યક્રમમાં મેલોડી એક્સપ્રેસ અને મરિનાબહેન ભજનો રજૂ કરશે. સ્થળઃ નવનાત સેન્ટર, હેય્સ -
UB3 1AR. વધુ વિગત માટે સંપર્કઃ જગદીપભાઇ સાંગાણી - ફોનઃ 07946 716524
• ભક્તિવેદાંત મેનોર ખાતે દર રવિવારે શ્રી કૃષ્ણ હવેલી ખાતે ‘સન્ડે લવ ફિસ્ટ’માં મંત્રપઠન-નૃત્ય-સત્સંગ-સંસ્કૃતિ-મનોરંજન ને પ્રસાદ. સ્થળઃ હિલફિલ્ડ લેન, વોટફોર્ડ - WD25 8EZ
• આદ્ય શક્તિ માતાજી મંદિરે 21 સપ્ટેમ્બરે (બપોરે 3.00) અમાવાસ્યા સર્વ પિતૃ સમૂહ પૂજા. સ્થળઃ 55 હાઇ સ્ટ્રીટ કોવલી, અક્સબ્રિજ, મિડલસેક્સ UB8 2DZ (વધુ માહિતી માટે સંપર્ક - ફોનઃ 07882 253 540)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter