બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 23થી 31 મે, સ્થળઃ શ્રી માંધાતા સમાજ, કોમ્યુનિટી સેન્ટર, ક્રોસ રોડ, કોવેન્ટ્રી - CV65GU. વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• લંડન રથયાત્રા 2026 તા. 24મેના રોજ બપોરે 12.00 વાગ્યે. પાર્કલેનથી ભગવાન જગન્નાથ, ભાઇ બલદેવ અને બહેન સુભદ્રાના રથ સાથે યાત્રાનો પ્રારંભ. ટ્રફાલગર સ્કવેર ખાતે બપોરે 2.00થી 5.00 વિવિધ કાર્યક્રમો.
• ગેલેક્સી શોઝ - લંડન અને પંકજ સોઢા દ્વારા કોમેડી નાટક ‘બા અમારા બાઝીગર’ની વર્લ્ડ ટુર. મનોરંજનના મહારાણી કોમેડી ક્વીન પ્રતિમા ટી.ને મુખ્ય ભૂમિકામાં ચમકાવતાં આ નાટકમાં તેમની સાથે અભિયના ઓજસ પાથરે છે જીતુ કોટક, અક્ષય પટેલ, ફાલ્ગુની રાવલ, હેલી પંચાલ અને નિરવ મશરૂવાલા. પ્રોડ્યુસર્સ રાજુ શાહ - અનિશ શાહ તથા યોગેશ શાહ દ્વારા નિર્મિત અને અક્ષય પટેલ દ્વારા લિખિત નાટકનું દિગ્દર્શન કર્યું છે ખુદ પ્રતિમા ટી.એ. યુકેમાં નાટકના શો તા. 22 મે નોટિંગહામ (ભાવેશ જાની - 07947 561 947), તા. 23 મે વુડફોર્ડ ગ્રીન (સુભાષ ઠાકર 07977 939 457), તા. 24 મે ફિંચલે (કિરીટ હરિયા - 07879 010 721), તા. 24 મે આર્લ્પટન (દીપા - 07947 561 947) અને તા. 25 મે પોટર્સ બાર (નિતિન શાહ - 07972 626 386)
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 23 અને 24 મે - સાંજે 5.00થી 8.00 સ્થળઃ હિન્દુ મંદિર, 36 એલેક્ઝાન્ડર રોડ, બર્લે, લીડ્સ - LS6 1RF (સંપર્કઃ વસંતભાઇ મિસ્ત્રી - 07713 791877), 30 અને 31 મે - સાંજે 6.00થી 8.00 તેમજ તા. 1 અને 2 જૂન સાંજે 4.00થી 6.30 સ્થળઃ શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, 341 લીડ્સ રોડ, બ્રેડફોર્ડ - BD3 9JY (સંપર્કઃ બલદેવ ભારદ્વાજ - 07840 150251) તેમજ તા. 7 જૂન સમયઃ બપોરે 12.00થી 4.00 સ્થળઃ સ્લોઉ હિન્દુ ટેમ્પલ, સ્લોઉ SL1 2XU (સંપર્કઃ સરલા કક્કડ - 07795 190728) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા અધિક માસ નિમિત્તે તા. 17 મેથી 14 જૂન વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રમ, પીપળ અને તુલસી મહારાણી પૂજા (સવારે), પુુરુષોત્તમ ભગવાન પૂજા (સવારે), દીપ દાનમ (સાંજે) સહિતની વિવિધ પૂજાવિધિ. દરરોજ બપોરે 12.30થી 2.00 ડાઇનિંગ હોલમાં પ્રસાદ પીરસાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિક મહારાજ 07801 838511 / વિશાલ મહારાજ 07557 308251
• નારાયણ સેવા સંસ્થાન યુકે દ્વારા ગરીબ અને દિવ્યાંગ લોકો માટે 46મો સમૂહ લગ્ન સમારોહ તા. 6 અને 7 જૂન, સ્થળઃ ગોલ્ડન સ્ટાર બેન્કવેટ, રોહિણી ડેપો-2, સેક્ટર-12, રોહિણી, દિલ્હી. આર્થિક સહયોગ માટે સંપર્કઃ લેસ્ટર ઓફિસ, 12 મેલ્ટન રોડ, લેસ્ટર - LE4 5EA (ફોનઃ 01163 196 495). કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ નિહાળો યુટ્યુબ, ફેસબુક અને આસ્થા ચેનલ પર - તા. 7 જૂન.
• તુલસી સેવા ટ્રસ્ટના ઉપક્રમે પ.પૂ. આચાર્ય બ્રહ્મર્ષિ શ્રી ઋષિવરજીના વ્યાસપીઠ પદે તા. 19થી 25 મે (બપોરે 3.00થી સાંજે 7.00) શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ. સ્થળઃ શ્રી જલારામ જ્યોત મંદિર, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, મિડલસેક્સ - HA0 3DW. વધુ માહિતી માટે સંપર્કઃ +44 7407 434355

