બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• વીએચપી હિન્દુ સેન્ટર ખાતે તા. 25 જાન્યુઆરીના રોજ (સાંજે 5.30થી 8.00) રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દ્વિતીય સ્થાપના દિનની રંગેચંગે ઉજવણી થશે. આ પ્રસંગે રામ પૂજા, રામ કથા, રામ ભજન, આરતી અને પ્રસાદનું આયોજન થયું છે. ઉજવણીમાં સામેલ થવા સહુને આમંત્રણ છે. વર્લ્ડ હિન્દુ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા છે અને તેનો ચેરિટી નંબર 1207321 છે. સ્થળઃ ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઇલ્ફર્ડ IG1 1EE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 8553 5471
• ભારતીય કળાના ઘર તરીકે જાણીતા ધ ભવન ખાતે તા. 24 અને 25 જાન્યુઆરીના રોજ (બપોરના 3.00થી) વાર્ષિક સ્થાપના દિનની ઉજવણી. ભારતીય શાસ્ત્રીય કળાની ભવ્ય ઉજવણી સમાન આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ તેમની કળાની ઝલક રજૂ કરશે. સ્થળઃ 4a કેસલટાઉન રોડ, લંડન W14 9HE. વધુ માહિતી માટે સંપર્કઃ ફોન - 020 7381 3086


