સંસ્થા સમાચાર (અંક 27 જૂન 2026)

Wednesday 24th June 2026 05:57 EDT
 
 

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• સમન્વય પરિવાર-લંડન દ્વારા તા. 27 જૂનના રોજ (સાંજે 5.00 વાગ્યાથી) બ્રહ્મલીન પદ્મભૂષણ નિવૃત્ત શંકરાચાર્ય પ.પૂ. સ્વામી સત્યમિત્રાનંદ ગિરિજીના સાતમા નિર્વાણ દિનની ઉજવણી પ્રસંગે પૂજન-ભજન અને મહાપ્રસાદ. સ્થળઃ ઘનશ્યામ હોલ, શ્રી સ્વામિનારાયણ મંદિર, ધર્મા ભક્તિ મેનોર, વુડ લેન, સ્ટેનમોર - HA7 4LF. વધુ માહિતી માટે સંપર્કઃ બકુલભાઇ જોશી - ફોનઃ 7766 988 485
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 27 જૂન સમયઃ સવારે 10.30થી 12.30 (સ્થળઃ મધર અર્થ હિન્દુ ટેમ્પલ, 14 લાર્ચફિલ્ડ કોર્ટ, ન્યૂટન મર્ન્સ, ગ્લાસગો - G77 5PL) તથા સાંજે 5.30થી 7.30 (સ્થળઃ એડિનબર્ગ હિન્દુ મંદિર એન્ડ કલ્ચરલ સેન્ટર, સેંટ એન્ડ્રુ પ્લેસ, લેઇથ, એડિનબર્ગ - EH6 7EG) અને તા. 28 જૂન સમયઃ સવારે 11.30થી બપોરે 1.15 (સ્થળઃ હિન્દુ મંદિર ગ્લાસગો, 1 લા બેલે, ગ્લાસગો - G37 LH). કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 28 જૂન સુધી (સ્થળઃ સચખંડ નાનક ધામ (દર્શન દરબાર) 25 નોર્થ પાર્ક રોડ, આઇવર રિચિંગ્સ પાર્ક લંડન - SL0 9DH) અને તા. 2થી 10 જુલાઇ (સ્થળઃ હિન્દુ ટેમ્પલ, બિલસ્ટ્રાબે 77, હેમ્બર્ગ, જર્મની) વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે દ્વારા સટ્ટનમાં ત્રીજો રથ યાત્રા મહોત્સવ તા. 5 જુલાઇ (સવારે 11.00થી 4.00). ભજન જામિંગ, ક્લાસિકલ ડાન્સ, કલ્ચરલ ફેર, સ્વાદિષ્ટ પ્રસાદ, ફૂડ સ્ટોલ્સની મજા માણો. સ્થળઃ બેડ્ડીંગ્ટન પાર્ક (ચર્ચ રોડ), સટ્ટન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter