બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...
• બીએપીએસ નિસ્ડન સ્વામિનારાયણ મંદિરે તા. 2 માર્ચના રોજ હોળી ઉત્સવ ઉજવાશે. સાંજે 5.45થી 6.00 હોળી પ્રાગટ્ય તથા આરતી અને 6.00થી 8.00 હોળી દર્શન-પૂજન-પરિક્રમા. વિનામૂલ્યે કાર પાર્કિંગ. ફૂડ સ્ટોલ્સ પર ગરમ નાસ્તો તથા રિફ્રેશમેન્ટ મળી રહેશે. સ્થળઃ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર સામે, 260 બ્રેન્ટફિલ્ડ રોડ, નિસ્ડન, લંડન - NW10 8HE. વધુ માહિતી માટે જૂઓ પાન - 3
• બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલ દ્વારા કેન્ટન - કિંગ્સબરી અને વેમ્બલી એશિયન ટ્રેડર્સના સહયોગમાં હોલિકા ઉત્સવ તા. 2 માર્ચ (સાંજે 6.00થી 9.00). સ્થળઃ રો ગ્રીન પાર્ક, કિંગ્સબરી રોડ, લંડન - NWV9 9PG
• ઇલ્ફર્ડ હિન્દુ સેન્ટર ખાતે તા. 28 ફેબ્રુઆરીએ (સાંજે 5.30થી રાત્રે 8.00) શ્રી હનુમાન ચાલીસા પાઠ. સાંજે 7.15 વાગ્યે આરતી અને 7.30 પ્રસાદ. વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુ-યુકે દ્વારા સંચાલિત આ કેન્દ્રમાં દર સપ્તાહે સત્સંગ સભા, યોગ શિબિર, વડીલ સભા સહિતના અનેક કાર્યક્રમ યોજાય છે.

