સંસ્થા સમાચાર તા. ૧૬-૭-૨૦૧૬ના ઈશ્યુ માટે

Tuesday 12th July 2016 15:20 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૭-૭-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન, સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન ફતુભાઈ મૂલચંદાણી અને સુનિતાબેન મંગલાણી (યુ.એસ.એ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૧૫-૭-૧૬થી ૧૭-૭-૧૬ યુવા મહોત્સવ • શુક્રવાર તા.૧૫ જુલાઈ ભરતનાટ્યમ સાંજે ૭.૩૦ વાગે • શનિ. તા.૧૬ અને રવિ. તા.૧૭ સાંજે ૪થી ૭.૩૦ ઓડિસી અને કુચીપુડી નૃત્ય તથા ભારતીય શાસ્ત્રીય સંગીત સંપર્ક. 020 7381 3086.
• ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓફ બ્રિટિશ હિંદુઝના ચેરમેન અને સાંસદ બોબ બ્લેકમેન તથા BHBCUC UK & Europe દ્વારા ‘બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓની હાલની પરિસ્થિતિ’ વિષય પર સેમીનારનું સોમવાર તા.૧૮-૭-૧૬ સાંજે ૬.૩૦થી ૮.૩૦ કમિટી રૂમ નં.૧૦, હાઉસ ઓફ કોમન્સ, પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર, લંડન SW1A 0AA ખાતે આયોજન કરાયું છે.
• AMAR ઈન્ટરનેશનલ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ‘પાવર ઓફ મ્યુઝિક એન્ડ ધ ક્રિએટિવ આર્ટ્સ ઈન મેન્ટલ હેલ્થ’ વિષય પર ડો.રમ્યા મોહનના પ્રવચનનું ગુરુવાર તા.૧૪-૭-૧૬ સાંજે ૬.૩૦થી ૮.૩૦ સુધી કમિટી રૂમ, 4 A, હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7799 2217.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૬ જૂલાઈ બપોરે ૧૨.૧૫ કલાકે હનુમાન ચાલીસા તથા રવિવાર તા.૧૭ જુલાઈ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે બુધવાર તા.૨૦ જુલાઈથી હિંડોળાનો આરંભ. તા.૨૦ ઓગસ્ટ સુધી હિંડોળાના દર્શન દરરોજ સાંજે ૬થી ૭ થશે. સંપર્કઃ 07958 275 222.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે સમુહ માતાજી લોટા રવિવાર તા.૨૪-૭-૧૬ સવારે ૧૦થી પૂજા શરૂ થશે. ગોયણી પૂજા સવારે ૧૧થી ૨ સુધી પ્રસાદ સાથે અને ગોરો ખૂંદવાનો સમય બપોરે ૩ કલાકે. સંપર્ક 020 8902 8885
• પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મહિલા સમાજ, યુકે દ્વારા છાક ઉત્સવની ઉજવણી માટે તા.૨૩-૭-૧૬ના રોજ માર્લો ટ્રીપનું આયોજન કરાયું છે. સંપર્ક. રંજનબેન પટેલ 020 8681 2742 અને જ્યોત્સનાબેન સવજાણી 020 8863 2275
• બ્રહ્માકુમારીઝ – અપ્ટન પાર્ક, ઈસ્ટ લંડનના કાર્યક્રમો • ‘ ઈફેક્ટીવ વેઝ ટુ રિલેક્સ યોર માઈન્ડ’ વિષય પર વાર્તાલાપ રવિવાર તા.૧૭-૭-૧૬ સાંજે ૬થી ૭.૩૦, હેરોલ્ડ રોડ સેન્ટર, લંડન E13 0SE • ‘ ટાયર્ડ ઓફ કોન્ફ્લીક્ટ, રેડી ફોર પીસ’ વિષય પર વાર્તાલાપ શનિવાર તા.૨૩-૭-૧૬ સવારે ૧૧થી ૧, ફોરેસ્ટ ગેટ લાઈબ્રેરી, વુડગ્રેન્જ રોડ, ફોરેસ્ટ ગેટ, લંડન E7 0QH
• મિલાપફેસ્ટ દ્વારા ભારતીય સંગીત અને નૃત્યના દસ દિવસના ફેસ્ટિવલ ઈન્ડિકાનું શુક્રવાર તા.૨૨-૭-૧૬થી રવિવાર તા.૩૧-૭-૧૬ સુધી કેપ્સ્ટન થિયેટર, લીવરપુલ હોપ યુનિવર્સિટી, L6 1HP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01512 913 949
• સંતરામ ભક્ત સમાજ, યુકે દ્વારા ગુરુપુર્ણિમા નિમિત્તે સંતરામ સત્સંગ મહોત્સવનું રવિવાર તા.૨૪-૭-૧૬ બપોરે ૧થી સાંજના ૬ સુધી બિશપ ડગ્લાસ રોમન કેથોલિક હાઈ સ્કૂલ, હેમિલ્ટન રોડ, ઈસ્ટ ફિંચલી, લંડન N2 0SG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8444 5211
• કલા સંગમ અને નેશનલ લીટરસી ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાની કવિતાઓના પઠનના કાર્યક્રમ ‘ મીસ્ટિક મોમેન્ટ્સ’નું ગુરુવાર તા.૧૪-૭-૧૬ સાંજે ૭ વાગે કલા સંગમ આર્ટ્સ સેન્ટર, સેન્ટ પીટર્સ હાઉસ, ફોર્સ્ટર સ્કવેર, બ્રેડફોર્ડ, BD1 4TY ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01274 303 340.
• ઓમ શક્તિ ડે સેન્ટર દ્વારા બોલિવુડ થીમ શો ૨નું બુધવાર તા.૨૦-૭-૧૬ સવારે ૯.૩૦ થી બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઈસ્ટ ચર્ચ રોડ, હેરો HA3 5BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રંજન માણેક 07930 335 978
• ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા આયોજિત આદ્ય કવિ નરસિંહ મહેતાના જીવન પર આધારિત સંગીતમય શૈલીમાં નરસિંહ મહેતા ચરિત્ર કથા રવિવાર તા.૧૭-૭-૧૬ સુધી સાંજે ૭ થી ૯.૩૦ સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે ચાલશે. સંપર્ક. 01772 253 901
• ગુજરાત હિંદુ સોસાયટી ખાતે શુક્રવાર તા.૧૫થી મંગળવાર તા.૧૯ જુલાઈ સુધી ગૌરી વ્રત અને રવિવાર તા.૧૭થી ગુરુવાર તા.૨૧ જુલાઈ સુધી જયા પાર્વતી વ્રત દરમ્યાન વ્રત કરનાર સવારે ૧૦ વાગે અથવા સાંજે ૫ વાગે પૂજા કરી શકશે.
• અવંતિ ટ્રસ્ટ દ્વારા ‘મહાભારત’ પર આધારિત ગીત, નૃત્ય અને નાટકના કાર્યક્રમ ‘આઈ વીલ બી ધેર’નું રવિવાર તા.૧૭-૭-૧૬ સાંજે ૪.૩૦ વાગે રોયલ ફેસ્ટિવલ હોલ, સાઉથબેંક સેન્ટર, લંડન SE1 8XX ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. વીડિયોરામા 02089 070 116
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત પૂ.રાજેન્દ્રગીરી બાપુના મુખે શિવકથા શનિવાર તા.૧૬-૭-૧૬ સુધી બપોરે ૩થી સાંજના ૫ દરમ્યાન લક્ષ્મીનારાયણ મંદિર, નેવિલ ક્લોઝ, હંસલો, મીડલસેક્સ TW3 4JG ખાતે ચાલશે. સંપર્ક. શ્રી પી. સોંઢી 07405 469 105.
• ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા પૂ.સરસ્વતીજીના કંઠે શ્રીમદ ભાગવત સપ્તાહનું રવિવાર તા.૧૭-૭-૧૬થી શનિવાર તા.૨૩-૭-૧૬ સુધી સવારે ૧૧થી બપોરે ૨ દરમ્યાન પામર્સ્ટન રોડ, લંડન HA3 7RR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક 020 8426 0678
• પૂ.મોરારીબાપુની રામકથા એથેન્સનું શનિવાર તા.૨૩-૭-૧૬થી રવિવાર તા.૩૧-૭-૧૬ સુધી ઈન્ટરકોન્ટિનેન્ટલ એથેનિયમ હોટલ, એથેન્સ, ગ્રીસ ખાતે આયોજન કરાયું છે. વધુ માહિતી માટે જુઓ વેબસાઈટ WWW.MORARIBAPU.ORG
• શ્રી વલ્લભનિધિ યુકે દ્વારા પૂ.દ્વારકેશલાલજી મહારાજનું ‘કૃષ્ણ કૃપા હી કેવલમ’ વિષય પર પ્રવચન શનિવાર તા.૨૩-૭-૧૬ સાંજે ૪.૩૦ તથા રવિવાર તા.૨૪-૭-૧૬ સવારે ૧૦ વાગે શ્રી સરસ્વતી યજ્ઞનું શ્રી સનાતન હિંદુ મંદિર ઈલિંગ રોડ, એલ્પર્ટન, વેમ્બલી HA0 4TA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8903 7737
• BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા ચાતુર્માસ પારાયણ – વક્તાઓ • પૂ.દિવ્યસ્વરૂપ સ્વામી - સાચા સુખનું સરનામું - વેલ્હટ - સોમવાર તા.૧૮ – મંગળવાર તા.૧૯ જુલાઈ સાંજે ૭.૪૫ થી ૯ ડગ્લાસ ટિલ્બી હાઉસ, હોલ ગ્રોવ, હર્ટ્સ AL7 4PH – ડર્બી - મણીરત્ન માળા - બુધ તા.૨૦ - ગુરુ તા.૨૧ જુલાઈ સાંજે ૬થી ૮ ડર્બી હિંદુ મંદિર, ગીતા ભવન, ડર્બી DE23 6QA • પૂ.આદર્શજીવન સ્વામી - બોલ્ટન - શ્રીમદ ભાગવત કથા - સોમ તા.૧૮- મંગળ તા.૧૯ સાંજે ૭ વાગે વેદ મંદિર, થોમસ હોલ્ડન સ્ટ્રીટ, બોલ્ટન BL2 1AD- માન્ચેસ્ટર – બુધ તા.૨૦ – રવિ તા.૨૪ સુધી. બુધવારથી શુક્રવાર સમય સાંજે ૭.૩૦થી ૯ અને શનિ-રવિ સમય સાંજે ૪.૩૦થી ૬.૩૦ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, રસેલ સ્ટ્રીટ, ગ્રેટર માન્ચેસ્ટર OL6 9QS • પૂ.યોગીપ્રેમ સ્વામી - સ્વામિનારાયણ ચરિતમાનસ – સાઉથઈસ્ટ લંડન - સોમ તા.૧૮-મંગળ તા.૧૯ જુલાઈ રાત્રે ૮થી ૧૦ શહીદ ઉધમસિંહ એશિયન કોમ્યુનિટી સેન્ટર, વ્હાઈટ હાર્ટ રોડ, લંડન SE18 1DG.
• લેસ્ટર હિંદુ ફેસ્ટિવલ કાઉન્સિલની તા.૨૭-૬-૧૬ના રોજ વાર્ષિક જાહેર સભામાં યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખપદે મગનભાઈ પી પટેલ OBE, ઉપપ્રમુખપદે ધીરુભાઈ ધોળકિયા તથા જશવંતભાઈ આર ચૌહાણ OBE – મહામંત્રી, રમણભાઈ સી બાર્બર MBE – સહમંત્રી, જીવનભાઈ સી પટેલ – ખજાનચી, મગનભાઈ ડી પટેલ – સહખજાનચી અને નવિનભાઈ આર રાણા - ઈન્ટરનલ ઓડિટર તરીકે ચૂંટાઈ આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter