• ભારતીય રાજદૂતને મળવાની NCGOની માગ
NCGO એ છેલ્લાં બે વર્ષ દરમિયાન યુકેના ગુજરાતીઓને વિઝા, પાસપોર્ટ, ઓસીઆઈ વગેરે સેવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે યુકેમાં ભારતના રાજદૂતને મળવાની માગ કરી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજી ઓડેદરાએ ગુજરાત સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે NCGO સાથે સંકળાયેલી સંસ્થાઓના સભ્યોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તે બાબત અમે રાજદૂત સમક્ષ મૂકીને આ મુશ્કેલીઓને દૂર કરવાના રસ્તાઓ વિશે વાટાઘાટો કરવા માગીએ છીએ જેથી યુકેમાં વસતા ગુજરાતીઓના પ્રશ્રોના ઉકેલ મેળવી શકીએ. સંસ્થા સ્વીકારે છે કે કોરોનાની મહામારીમાં રાજદૂત તેમજ તેમના વતી કાર્ય કરતી કચેરીઓ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ, મુશ્કેલીઓને હલ કરવાનું કાર્ય પણ રાજદૂતે કરવું સારું.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે લેડીઝ સત્સંગ ફરી શરૂ કરાયો છે. સમય – બપોરે ૧૨.૩૦થી ૨.૩૦ – સેન્ટરમાં મંદિરનો સમય – દર્શન સવારે ૯.૩૦થી ૧૨, આરતી સવારે ૧૦ વાગે, દર્શન સાંજે ૬થી ૮ અને આરતી સાંજે ૭.૧૫ વાગે થશે. સંપર્ક. 020 8553 5471