• ઝૂમ પર ‘ભજનસંધ્યા’માં જોડાઓ
નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન્સ (NCGO), ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાયટન (GCS) તથા ગુજરાત સમાચાર-એશિયન વોઇસના સંયુક્ત ઉપક્રમે શુક્રવાર તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ સાંજે ૭.૩૦થી "ભજન સંધ્યા"નો કાર્યક્રમ ઝૂમ (zoom)ઉપર યોજાયો છે. ઝૂમ ઉપર જોડાવા પાસવર્ડની જરૂર નથી આપ Meeting ID: 812 2236 3050 દ્વારા જોડાઇ શકશો. વધુ માહિતી માટે સંપર્ક ધીરૂભાઇ ગઢવી 07780 667160.
• ધ ભવન 4 A કાસલટાઉન પેલેસ રોડ, લંડન W14 9HE ખાતે તા.૧૧.૧૨.૨૧ને શનિવારે બપોરે ૧ વાગે ભવન્સ ક્રિસમસ સેલિબ્રેશનનું આયોજન કરાયું છે. તેમાં મ્યુઝિક ડાન્સ પર્ફોર્મન્સ અને ક્રિસમસ મેસેજ રજૂ કરાશે. કાર્યક્રમમાં હાજર રહેવા રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. સંપર્ક. 0207 381 3086
• FICCIની ૯૪મી વાર્ષિક સભા ૧૭ ડિસેમ્બરે દિલ્હીમાં યોજાશે
૧૭ અને ૧૮ ડિસેમ્બરે નવી દિલ્હીમાં તાજ પેલેસ હોટલ ખાતે FICCIની ૯૪મી વાર્ષિક સભા યોજાશે. આ વર્ષની થીમ ‘India Beyond 75’ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સભાનું ઉદઘાટન કરશે. તેમાં સાંસદો, કોર્પોરેટ જગતના અગ્રમીઓ, સામાજિક સંસ્થાઓ અને મીડિયાના પ્રતિનિધિઓ ભાગ લેશે.
ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન ડો. એસ જયશંકર, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિઝો આબે, અમેરિકન પોલિટિકલ સાયન્ટિસ્ટ ઈયાન આર્થર બ્રેમર, વર્લ્ડ બેંકના ચીફ ઈકોનોમિસ્ટ ડો. અયહાન કોસ અને NaBFIDના ચેરમેન કે વી કામત તેમના વક્તવ્યો આપશે. તેમાં ભારત સરકારના સેક્રેટરીઝ, સાંસદો, ઉદ્યોગજગતના અગ્રણીઓ અને અન્ય નિષ્ણાતો સાથે સત્ર યોજાશે.
આ સભામાં ઓનલાઈન પણ જોડાઈ શકાશે.
સભામાં ભાગ લેવા માટે https://ficci.in/agm2021/invitee-form.asp?evid=25883 પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.