સંસ્થા સમાચાર

Tuesday 22nd February 2022 14:46 EST
 

• BAPS લંડન મંદિરમાં મહા શિવરાત્રિ નિમિત્તે મહારુદ્રાભિષેક - અન્નકૂટઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન દ્વારા તા.૧.૩.૨૦૨૨ને મંગળવારે મહા શિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરાયું છે. મંદિરમાં સવારે ૯થી રાત્રે ૮ સુધી મહારુદ્રાભિષેક તથા સવારે ૯થી રાત્રે ૮ સુધી અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું છે. દર્શનાર્થીઓને ભગવાન મહાદેવના શિવલિંગ પર બીલીપત્ર અને દૂધ દ્વારા વૈદિક મહારુદ્રાભિષેક કરવાનો તથા અન્નકૂટ દર્શનનો લાભ મળશે. આ પર્વે મંદિરની હવેલીમાં ભગવાન શ્રી અમરનાથના પ્રતિક સ્વરૂપે બરફના શિવલિંગના દર્શન પણ થશે. સંપર્ક. 020 8965 2651

• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ૪૩ ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે મંદિરનો નવો સમયઃ દર્શન સવારે ૯.૩૦થી બપોરે ૧ અને સાંજે ૬થી ૮ - આરતી સવારે ૧૦ વાગે અને સાંજે ૭.૧૫ વાગે. તા. ૨૬.૨.૨૨ શનિવારે ૧૦૮ હનુમાન ચાલીસા, તા.૧.૩.૨૨ મહાશિવરાત્રિની ઉજવણી થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471

• BAPSની સિરીઝનું ઈન – પર્સન સ્ક્રિનિંગઃ લંડન મંદિર અને તેના સર્જક વિશેની અગાઉ ન કહેવાયેલી ગાથાઓેને રજૂ કરતી ‘The First of its Kind’ સિરીઝના ૧૦મા એપિસોડ ‘Race against Time’નું ૨૩ ફેબ્રુઆરીને બુધવારે સ્ક્રિનિંગ કરાશે. આ સિરીઝનો ૧૧મો એપિસોડ ‘Vision Fulfilled’ સૌથી મહત્ત્વનો છે. તેમાં મંદિર મહોત્સવના પ્રારંભની વાતો છે. તેના સ્પેશિયલ ઈન – પર્સન સ્ક્રિનિંગનું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન (લંડન) ખાતે તા.૫ અને તા. ૬ માર્ચ ૨૦૨૨ના રોજ આયોજન કરાયું છે. સૌને અઢી કલાકનો આ ખાસ એપિસોડ માણવા આમંત્રણ છે. બન્ને દિવસે સવારે ૧૦ થી રાત્રે ૧૧ સુધી પાંચ શો દર્શાવવામાં આવશે. શો નિહાળવા માટે બુકિંગ જરૂરી છે. (૧૦૯)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter