• BAPSની સિરીઝના 11મા એપિસોડનું ઈન – પર્સન સ્ક્રિનિંગ - લંડન મંદિર અને તેના સર્જક વિશેની અગાઉ ન કહેવાયેલી ગાથાઓેને રજૂ કરતી ‘The First of its Kind’ સિરીઝમાં 11મા એપિસોડ ‘Vision Fulfilled’માં મંદિર મહોત્સવના પ્રારંભની વાતો છે. તેના સ્પેશિયલ ઈન – પર્સન સ્ક્રિનિંગનું BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર નીસડન (લંડન) ખાતે તા. 5 અને તા. 6 માર્ચ 2022ના રોજ આયોજન કરાયું છે. અઢી કલાકના આ ખાસ એપિસોડને માણવા સૌને આમંત્રણ છે. બન્ને દિવસોએ સવારે 10 થી રાત્રે 11 સુધી પાંચ શો દર્શાવવામાં આવશે. શો નિહાળવા માટે બુકિંગ કરાવવું જરૂરી છે.
• VHP ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, 43 ક્લેવલેન્ડ રોડ, ઈલ્ફર્ડ IG1 1EE ખાતે સેન્ટરમાં મંદિરનો નવો સમયઃ દર્શન સવારે 9.30થી બપોરે 1 અને સાંજે 6થી 8 - આરતી સવારે 10 વાગે અને સાંજે 7.15 વાગે થશે. દર ગુરુવારે સિનિયર પુરુષોની થર્સ ડે લંચ મિટીંગ. સંપર્ક. 020 8553 5471