સંસ્થા સમાચાર

Tuesday 21st April 2015 13:58 EDT
 

* રામાપર ગાટ મંડળ (વેસ્ટ) લંડન દ્વારા તા. ૨૫-૪-૧૫ શનિવારના રોજ બપોરે ૨થી મોડી રાત સુધી ગ્રેટ અોર્મન્ડ સ્ટ્રીટ ચિલ્ડ્રન્સ ચેરીટીના લાભાર્થે સ્લાઉ હિન્દુ મંદિર, કીલ ડ્રાઇવ, સ્લાઉ SL1 2XU ખાતે યુકેની વિવિધ ભજન મંડળીઅોના ભજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સાંજે ૬-૩૦થી ૮ ભોજનનો લાભ મળશે. સંપર્ક: ધરમદાસ બાપુ 07837 922 027.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૪-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* નવયુગ સેન્ટર ખાતે ઇન્દુબેન દિનેશભાઇના પરિવાર તરફથી તા. ૨૬-૪-૧૫ના રોજ બપોરે ૩થી ૫ દરમિયાન રવિવારના સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહારનો લાભ મળશે. સંપર્ક: પ્રીતિબેન શાહ 020 8363 4259.

* નવનાત યુથ દ્વારા તા.૨૫-૪-૧૫ ધ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસલેન, હેઇઝ, UB3 1ARખાતે નવનાત કરીયર ફેરનું આયોજન કરવામાં આવ્યું છે.

* યુકે એશિયન વીમેન્સ એસોસિએશન (UKAWA) દ્વારા મહિલાઅો અને પુરૂષો માટે ડિમેન્શીયા અને મનની તંદુરસ્તી વિષે પરિસંવાદનું આયોજન તા. ૨૫મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ સવારે ૯-૩૦થી ૨ દરમિયાન ધ આર્ચબિશપ લેનફ્રેન્ક સ્કૂલ, મીચમ રોડ, ક્રોયડન CR9 3AS ખાતે કરાયું છે. ભોજનનો લાભ મળશે. સંપર્ક: તરલિકાબેન 07889 719 853.

* ધ નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે શુક્રવાર તા. ૨૪-૪-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે સંતોષ નાયર સોલો ભારત નાટ્યમ રજૂ કરશે. તા. ૨૮-૨૯ એપ્રિલ ૨૦૧૫ સાંજે ૬-૩૦ કલાકે કથક ક્વીન સિતારા દેવીને અલ્લારખા ફાઉન્ડેશન દ્વારા અંજલિ અપાશે. તા. ૩૦-૪-૧૫ના રોજ સાંજે૬-૩૦ કલાકે સિતાર સ્ટેશન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 7491 3567.

* સમર્પણ મેડિટેશન ટ્રસ્ટ યુકે દ્વારા તા. ૨૭-૪-૧૫થી તા. ૪-૫-૧૫ દરમિયાન રોજ રાત્રે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન શ્રી સદગુરૂ શિવકૃપાનંદ સ્વામીજી પ્રેરિત ૮ દિવસના આત્મજ્ઞાન ધ્યાન શિબીરનું આયોજન શ્રી હિન્દુ ટેમ્પલ અને કોમ્યુનિટી સેન્ટર, સેન્ટ બાર્નબાઝ રોડ, લેસ્ટર LE5 4BD ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કિરીટજોશી 0116 273 0408.

* ભારતીય વિદ્યાભવન, ૪ એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨-૫-૧૫ના રોજ શનિવારે હેમંત પારેખ પ્રસ્તુત અને તુષાર જોશી દિગ્દર્શીત નાટક પત્ની પધરાવો સાવધાન રજૂ થશે. સંપર્ક: સુરેન્દ્ર પટેલ 020 8205 6124.

* ગુજરાતી આર્ટ્સ અને ડ્રામા દ્વારા તા.૨-૫-૧૫ના રોજ મેસફીલ્ડ સ્યુટ, હેરો લેઝર સેન્ટર, હેરો HA3 5BD ખાતે ગુજરાતી મહેફીલ - છેલછબીલો ગુજરાતી રજૂ થશે. સંપર્ક: નરેન શાહ 020 8428 4832.

* સંપદ સાઉથ એશિયન આર્ટ્સ દ્વારા રવિવાર તા. ૨૬-૪-૧૫ના રોજ બપોરે ૪ કલાકે એદ્રિયન બૌલ્ટ હોલ, બર્મિંગહામ B3 3HGખાતે એશિયન સ્પ્રિંગ કાર્યક્રમ રજૂ થશે. સંપર્ક: 0121 245 4455.

અાફ્રિકન તાલ સાથે ગુજરાતી લોકગીતો

રેડલોટસના ઉપક્રમે તા. ૩૧ મે, રવિવારે બપોરે ૪થી અાફ્રિકન તાલ સાથે ગુજરાતી લોકગીતોનો અનોખો કાર્યક્રમ "મારા ફીકી વાટુ"નું અાયોજન વોટરસ્મિથ થિયેટર, હાઇસ્ટ્રીટ, રીકમન્સવર્થ ખાતે કરવામાં અાવ્યું છે. અા નૃત્યમય લોકસંગીત કાર્યક્રમમાં અાફ્રિકન કલાકારોને પ્રીતિ વરસાણી અને અર્પણ ફટાણીયા સાથ અાપશે અને મીરા સલાટ દ્વારા દિગ્દર્શિત વિવિધ નૃત્યો રજૂ થશે. ટિકિટ અને વધુ વિગત માટે સંપર્ક મીરા સલાટ 0773 730 2451 અને પ્રીતિ 07956 527 788.

NCGO દ્વારા તા. ૩૦ના રોજ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી થશે

નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન (NCGO) દ્વારા તા. ૩૦-૪-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે ગુજરાતની સ્થાપનાની ૫૫મી જયંતિ પ્રસંગે 'ગુજરાત દિવસ'નું આયોજન કડવા પાટીદાર સમાજ હોલ, કેન્મોર એવન્યુ, હેરો HA3 8UL ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના અધિકારી, રાજકારણીઅો તેમજ વિવિધ ભારતીય સંગઠનોના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે આગામી ચૂંટણીઅોના ઉપલક્ષમાં સ્થાનિક રાજકારણીઅોને પ્રશ્નો પૂછી શકાશે. સાંજે ૬થી ભોજનનો લાભ મળશે. સંપર્ક: શરદભાઇ પરીખ 07734 915 211.

* નવનાત વણીક એસોસિએશન અોફ યુકેની એન્યુઅલ જનરલ મિટીંગ તા. ૨૬-૪-૧૫ના રોજ બપોરે ૨-૧૫ કલાકે નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AR ખાતે રાખવામાં આવી છે. બપોરે ૧ થી ૨ નાસ્તાનો લાભ મળશે. સંપર્ક: 020 8958 8600.

* હિન્દુ કાઉન્સિલ અોફ નોર્થની એન્યુઅલ જનરલ મિટીંગ તા. ૨૬-૪-૧૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે રાખવામાં આવી છે. સંપર્ક: 01772 253 901.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter