સંસ્થા સમાચાર

Tuesday 05th May 2015 14:36 EDT
 

* શ્રી જલારામ જ્યોત, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, HA0 3DW ખાતે દર ગુરૂવારે જલારામ ભજન અને ભોજન સાંજના ૭થી રાતના ૯-૩૦ દરમિયાન થશે. દર શનિવારે સવારે ૧૧થી ૧-૧૫ દરમિયાન ૨૧ હનુમાન ચાલીસા અને પ્રસાદનો લાભ મળશે. દરરોજ બપોરના ૧થી ૨ સદાવ્રત - ભોજનનો લાભ મળશે. સંપર્ક: મંદિર 020 8902 8885.

* મલાવી શીવ સત્સંગ મંડળ, યુકે દ્વારા શ્રી રામગઢીયા શીખ કોમ્યુનિટી સેન્ટર, ૨૭૦ નેવીલ રોડ, લંડન E7 9QN ખાતે તા. ૧૦-૫-૧૫ રવિવારના રોજ સવારે ૧૧ કલાકે શ્રી ભુવનેશ્વર મહોત્સવ અને સમૂહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથા પછી ગરબાનો લાભ મળશે. શ્રી રજનીભાઇ 01708 448 259.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટરના શ્રી રાજેશજી પરમારના માતુ શ્રી સ્વ. મધુબેન કે. પરમારની દ્વિતીય પુણ્યતિથી પ્રસંગે તેમને અંજલિ આપવા એક શ્રધ્ધાંજલિ ભજન કાર્યક્રમનું આયોજન તા. ૧૬-૫-૧૫ના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન ઇન્ટનરેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, HA3 7RR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0678.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૦-૫-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર પ્રભાબેન ભગત અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી, UB8 2DZ ખાતે તા. ૧૦-૫-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ભજન ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંપર્ક: જશવંતભાઇ 07882 253 540.

* લોહાણા અગ્રણી શ્રી નલિનભાઇ રાયચૂરા અને પરિવાર દ્વારા નેપાલમાં આવેલ ભુકંપ પિડીતોના લાભાર્થે તા. ૧૦-૫-૧૫ના રોજ સાંજે અોએસીસ બેન્કવેટીંગ હોલ, બાર્કિંગ ખાતે રાસગરબાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. સખાવતની તમામ રકમ નેપાલના ભુકંપ પિડીતો માટે ફાળવવામાં આવશે. સંપર્ક: નલિનભાઇ રાયચૂરા 01708 523 412.

* ઇસ્કોન બર્મિંગહામ દ્વારા ૧૬મા 'સાઉન્ડ્ઝ ફોર ધ સોલ' કાર્યક્રમનું આયોજન શનિવાર તા. ૯-૫-૧૫ના રોજ બપોરે ૨થી તા. ૧૦-૫-૧૫ રવિવાર દરમિયાન સ્વામી સચિનંદનાની ઉપસ્થિતીમાં રાધા સ્વામી રસીલા સત્સંગ, વાર્ફ સ્ટ્રીટ, હેકલી, બર્મિંગહામ B18 5HS ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: મોહન પ્રભુ 07966 238 376.

* શ્રી ગુર્જર ક્ષત્રીય સમાજ લેસ્ટર યુકે દ્વારા SGKS પ્રોપર્ટી પ્રોજેક્ટ અને સંસ્થાના બંધારણમાં સુધારા માટે એક મીટીંગનું આયોજન તા. ૧૭-૫-૧૫ના રોજ બપોરના ૨-૦૦થી ૫-૦૦ દરમિયાન મેઇન હોલ, બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર, રોધલી સ્ટ્રીટ, લેસ્ટર LE4 6LF ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: રેખાબેન સાપરીયા 0116 224 5275.

* તુષાર ત્રિવેદી પ્રોડક્શન પ્રસ્તુત સુપર ડુપર હીટ કોમેડી નાટક 'જીવણલાલે જાન જોડી'ના KPMD પ્રસ્તુત ચેરીટી શોનું આયોજન શુક્રવાર તા. ૧૫-૫-૧૫ના રોજ સાંજે ૬ કલાકે ડીનર સાથે ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન W14 9HE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કેકે પટેલ 07875 849 488.

* નારાયણ સેવા સંસ્થાન ઉદયપુર અને યુકે દ્વારા નિર્ધન તેમજ નિ:શક્ત લોકોના સામુહિક વિવાહનું આયોજન તા. ૧૬-૧૭ મે, ૨૦૧૫ના રોજ સેવા માહિતીર્થ, બડી, ઉદયપુર ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07973 266 569.

* શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ દ્વારા જેની લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી તે સત્તાવીસ ગામ પાટીદાર ડીરેક્ટરીનું વિમોચન કાર્યક્રમનું આયોજન ડીનર સાથે તા. ૧૭-૫-૧૫ રવિવારના રોજ સાંજે ૪ કલાકે સત્તાવીસ પાટીદાર સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક, HA9 9PE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8904 9191.

* શ્રેયા ઘોષાલ લાઇવ ઇન કોન્સર્ટનું આયોજન TLC ઇવેન્ટ્સ અને રોક અોન મ્યુઝિક દ્વારા શુક્રવાર તા. ૨૨-૫-૧૫ના રોજ લેસ્ટર ડી મોન્ટફોર્ટ હોલ, (0116 233 3111), તા. ૨૩-૫-૧૫ શનિવારના રોજ રોયલ ફેસ્ટિવલ હોલ, લંડન ખાતે (સંપર્ક: 0844 847 9911) અને માંચેસ્ટર એશિયન ઇવેન્ટ્સ અને રોકઅોન મ્યુઝિક દ્વારા O2 એપોલો, માંચેસ્ટર (સંપર્ક: 0161 273 6921) ખાતે કરવામાં આવ્યું છે.

૦૦૦

શુભવિવાહ

પોરબંદરની હોટલ શિતલના શ્રીમતી સંગીતાબેન અને શ્રી રાકેશભાઇ મથુરદાસ મદલાણીના સુપુત્ર ચિ. મૃગેશના શુભવિવાહ શ્રીમતી મિનાબેન અને શ્રી ચંદ્રેશભાઇ માધવાણીના સપુત્રી ચિ. વીધિ સાથે તા. ૧૦-૫-૧૫ના રોજ સુરત ખાતે સંપન્ન થશે. નવદંપત્તીને ગુજરાત સમાચાર પરિવાર તરફથી શુભકામનાઅો.

અવસાન નોંધ

દારેસલામના વતની અને હાલ થેમ્સમીડ, લંડન ખાતે રહેતા શ્રીમતી રક્ષાબેન પ્રદિપભાઇ ખેતિયાનું ૫૯ વર્ષની વયે ટુંકી બીમારી બાદ દુ:ખદ અવસાન થયું છે. સદ્ગત એશિયન હોલીડે ક્લબના શ્રી રજનીભાઇ આચાર્યના બહેન થતા હતા. સંપર્ક: પ્રદિપ ખેતીયા 020 8312 3782.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter