સંસ્થા સમાચાર

Tuesday 12th May 2015 13:25 EDT
 
 

અવસાન નોંધ

* મૂળ કરમસદના શ્રી અશોકભાઇ કાન્તિભાઇ પટેલનાં ધર્મપત્ની શ્રીમતી પુનિમાબેનનું તા. ૧૦-૫-૧૫ રવિવારે ન્યુ દિલ્હીમાં દુ:ખદ અવસાન થયું છે. ફેબ્રુઆરી ૨૦૧૫માં ભારત ફરવા ગયાં હતાં ત્યાં તેમની તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. ત્યાં તબિયત સારી ન થવાથી દિલ્હી હોસ્પિટલમાં લઇ જવાયાં અને ત્યાં તબિયત ખૂબજ ક્રિટીકલ થઇ ગઇ અને તા. ૧૦-૫-૧૫ રવિવારે દેવલોક પામ્યાં.

શ્રી અશોકભાઇ તા. ૧૪-૫-૧૫ લંડન પરત આવી રહ્યા છે અને શ્રીમતી પુનિમાબેનના પાર્થિવ દેહની અંતિમ ક્રિયા લંડન રાખવામાં આવી છે. સંપર્ક: અશોકભાઇ020 8200 4314.

* ઉત્તરસંડાના મૂળ વતની સ્વ. મૂળજીભાઇ રણછોડભાઇ પટેલના ઇલફર્ડ (6 Yoxley Drive, IG2 6EX) સ્થિત પૌત્ર શ્રી અનંગભાઇ રમેશભાઇ પટેલનું તા. ૧૦મી મે, ૨૦૧૫ રવિવારે ૪૫ વર્ષની વયે અણધાર્યું અવસાન થયું છે. સંપર્ક: રમેશભાઇ પટેલ 020 8215 2941.

* સુરેન્દ્રનગર નજીક લીમડીના મૂળ વતની અને કેન્યાના નૈરોબીમાં વર્ષો સુધી રહ્યા બાદ હાલ એજવેર સ્થિત શ્રીમતી અનસૂયાબેન કનૈયાલાલ દવે ૯૫ વર્ષની વયે સ્વર્ગવાસી થયાં છે. સંપર્ક: પૂર્ણિમાબેન દવે 07882 881 919.

૦૦૦૦૦૦૦

* પૂ. શ્રી ગીરીબાપુની કથાનું આયોજન તા. ૧૭થી ૨૨મી મે, ૨૦૧૫ના રોજ સાંજે ૫થી ૮ દરમિયાન DLCહોલ, ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. કથાના બીજે દિવસે રોજ સવારે ૯થી ૧૨ દરમિયાન MA TV પર તેનું પ્રસારણ કરવામાં આવશે. સંપર્ક: અશ્વીન પટેલ 07949 888 226.

* ગોંડલશ્રી ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી અને અનિલબેન મે થી જુલાઇ ૨૦૧૫ દરમિયાન યુકે, ફ્રાન્સ અને પોર્ટુગલની મુલાકાતે પધારી રહ્યા છે. તા. ૨૧થી ૨૩ અને ૨૫થી ૨૯ દરમિયાન લંડનમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. તા. ૨૪-૫-૧૫ સવારે ૯-૩૦થી ૧ શ્રી રામમંદિર હિલયાર્ડ રોડ, લેસ્ટર LE45GGખાતે શ્રી ભુવનેશ્વરી સમુહ કથામાં લાભ આપશે. સંપર્ક: લાલજીભાઇ મશરૂ 0116 276 5298.

* મિલાપફેસ્ટના ઉપક્રમે સીતા પટેલ તા. ૧૬-૫-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે ધ કેપસ્ટોન થિએટરમાં અને તા. ૧૭-૫-૧૫ના રોજ સાંજે ૭ કલાકે ધ લાવરી, સેલફોર્ડ ક્વેઝ ખાતે 'ભારત નાટ્યમ' રજૂ કરશે. તા. ૨૧-૫-૧૫ સાંજે ૬-૩૦ કલાકે કેપસ્ટોન થિએટર, લિવરપુલ ખાતે હિન્દી ફિલ્મ 'લવ આજ કલ' રજૂ થશે. તા. ૨૩-૫-૧૫ બ્રિજવોટર હોલ, માંચેસ્ટર ખાતે બીયોન્ડ રૂટ્સ અંતર્ગત રાકેશ ચૌહાણ પીયાનો પર સંગીત રજૂ કરશે જેને કૌશીક સેન તબલા પર સંગત આપશે.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૧૭-૫-૧૫ રવિવારે ભજન ભોજન અને બાઉલ કેન્સર વિષે જાણકારી આપવા પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૯-૩૦ દૈનિક આરતી, ૧૧-૦૦ બાળકોના ભજન, ૧૨-૩૦ રાજભોગ આરતી અને ૧ કલાકે ભોજનનો લાભ મળશે. તે પછી બપોરે ૨થી ૩ બાઉલ કેન્સર વિષે માહિતી આપશે. સંપર્ક: 01772 253 901.

* નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K1HFના કાર્યક્રમો: * તા. ૧૮-૫-૧૫ સોમવારે સાંજે ૬-૧૫ કલાકે હેરિયેટ રિડલના 'ઇનસ્ટીચ યુ ઇન્ડિયા' વિષે પ્રદર્શન અને વાર્તાલાપ રજૂ થશે. * તા. ૧૯-૫-૧૫ સાંજે ૬-૩૦ કલાકે નેવિયા નટરાજન ભારત નાટ્યમ 'માર્ગમ' રજૂ કરશે. * તા. ૨૦-૫-૧૫ બુધવાર સાંજે ૬-૩૦ કલાકે શ્રેયાંશી ડે 'ચાયનીકા - એન ઇવનીંગ અોફ અોડીસી ડાન્સ' રજૂ કરશે. * ગુરૂવાર તા. ૨૧-૫-૧૫ સાંજે ૬-૧૫ કલાકે CIIના સહકારથી શ્રી સદ્ગુરૂ જગ્ગી વાસુદેવજીના પ્રવચન: ઇનર મેનેજમેન્ટ વિથ સદગુરૂ'નું આયોજન કરવામાં આવ્યું છે.

* અોમ શક્તિ ડે સેન્ટર દ્વારા બોલીવુડ થીમ શોનું આયોજન બુધવાર તા. ૨૦-૫-૧૫ના રોજ સવારે ૯-૩૦થી બપોરના ૩ દરમિયાન બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. જેમાં બોલીવુડ શો, વિવિધ પ્રકારના સ્ટોલ, લાઇવ મ્યુઝીક, ડાન્સ, ડાયલોગ, બપોરે ૨ વાગે સ્વાદિષ્ટ લંચ તેમજ ગરબાની રસલ્હાણનો લાભ મળશે. જય કુમાર સ્પેશ્યલ પરફોર્મન્સ આપશે. સંપર્ક: રંજનબેન માણેક07930 335 978 અને વર્ષાબેન ડાલીયા07903 878 401.

* નરેશકુમાર અને હર્ષાબેન પટેલના સ્મરણાર્થે જયેશભાઇ અને રેશ્માબેન દ્વારા તુષાર ત્રિવેદી પ્રોડક્શન પ્રસ્તુત સુપર ડુપર હીટ કોમેડી નાટક 'જીવણલાલે જાન જોડી'ના શોનું આયોજન ૨૨-૫-૧૫ના રોજ ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન W14 9HE ખાતે કરવામાં આવ્યું છે.

* કૌશીક પુંજાણી પ્રસ્તુત 'ગોલ્ડન વોઇસ અોફ બોલીવુડ' ગીત સંગીત કાર્યક્રમનું આયોજન તા. ૨૩-૫-૧૫ના રોજ સાંજે ૭ કલાકે ધ બુશી અરેના, લંડન રોડ, બુશી WD23 3AA ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: કૌશીક પુંજાણી 07944 986 893.

* એક્વીટાસ દ્વારા રોકાણ માટેની મિલક્તોની હરાજી તા. ૨૧-૫-૧૫ ગુરૂવારે થશે. સંપર્ક: જ્હોન મેહતાબ 020 7034 4855.

* 'પપ્પા આવાજ હોય છે' નાટકના શોનું આયોજન તા. ૨૦-૫-૧૫ બુધવારે રાત્રે ૭ કલાકે ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સીંગ્ટન, લંડન W14 9HE ખાતે (સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124) થશે. * શુક્રવાર તા. ૨૨-૫-૧૫ રાત્રે ૮ કલાકે પીપુલ સેન્ટર, અોર્ચાર્ડસન એવન્યુ, લેસ્ટર LE4 (સંપર્ક: વસંત ભક્તા 07960 280 655) * તા. ૨૩-૫-૧૫ના રોજ રાત્રે ૮ કલાકે અોએસીસ એકેડેમી, શર્લી પાર્ક, શર્લી રોડ, ક્રોયડન CR9 7AL (સંપર્ક: કલ્પના વાલાણી 020 8683 3962) * રવિવાર તા. ૨૪-૫-૧૫ના રોજ બપોરે ૨-૩૦ કલાકે વિન્સ્ટન ચર્ચીલ, હોલ, પીન વે, રાયસ્લીપ HA4 7QL ખાતે (સંપર્ક: મહેન્દ્રભાઇ 07850 032 392) અને તેજ હોલમાં રાત્રે ૮ કલાકે નાટકના શોનું આયોજન (સંપર્ક: જેબી પટેલ 020 8346 2419) કરવામાં આવ્યું છે. સંપર્ક: પંકજ સોઢા 07985 222 186.

આપણા અતિથી: શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા

રાજકોટની જાણીતી સરગમ ક્લબના પ્રેસિડેન્ટ શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા આગામી તા. ૧૫-૫-૧૫ના રોજ રાજકોટના સ્મશાનગૃહ 'મુક્તિધામ'ના નવનિર્માણ માટે ફંડ એકત્ર કરવા ટૂંકી મુલાકાતે લંડન પધારનાર છે. સ્મશાન ગૃહના લાભાર્થે પૂજ્ય રામબાપાના સાન્નિધ્યમાં જીજ્ઞાસુ સત્સંગ મંડળના સહકારથી તા. ૧૭-૫-૧૫ના રવિવારના રોજ સવારના ૧૧થી ૫ દરમિયાન ૧૦૮ હનુમાન ચાલીસાનું આયોજન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે લિસ્ટર યુનિટ) ખાતે કરાયું છે. પ્રસાદીનો લાભ મળશે. આ પ્રસંગે શ્રી હનુમાનજીને ૧૦૮ લાડવા ધરાવવાનો લાભ પણ મળશે. તેઅો તા. ૧૯-૫-૧૫ સુધી અહીના જાણીતા લોહાણા અગ્રણી શ્રી કલ્યાણજીભાઇ ઠકરારના નિવાસસ્થાને રોકાશે.

વધુ માહિતી માટે સંપર્ક: શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા - 07831 898 282, શ્રી કલ્યાણજીભાઈ ઠકરાર - 07939 589 192 અને શ્રી જગદીશભાઈ મહેતા - 07973 820 585.

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીની રજત જયંતિ ઉજવાશે

ગુજરાતી રાઇટર્સ ફોરમ, બાટલીની રજત જયંતિની ઉજવણીના શાનદાર કાર્યક્રમનું આયોજન તા. ૧૫-૫-૧૫ના રોજ સાંજે ૫-૩૦ કલાકે અલ હિકમાહ સેન્ટર, ટ્રેક રોડ, બાટલી WF17 7AAખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે અમેરિકાના કવિયેત્રી દેવિકા ધૃવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં યુકેના વિવિધ શહેરોના વિખ્યાત કવિઅો અને સાહિત્યકારો પણ ઉપસ્થિત રહેનાર છે. આ મહોત્સવમાં ગુજરાતી રાઇટર્સ ફોરમની યાત્રા, પુસ્તક વિમોચન, સન્માન વગેરે પણ કરવામાં આવશે. કાર્યક્રમના સમાપન પ્રસંગે રાત્રે ૯-૧૫ કલાકે મુશાયરાનો પણ લાભ મળશે. સંપર્ક: અહમદ લુનાત – ગુલ 01924 474 358.

શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજની દળદાર ડિરેકટરીનો વિમોચનવિધિ

શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ (યુરોપ)ના ૩,૫૦૦થી વધુ કુટુંબ યુ.કે.માં વસે છે. તેમના નામ-સરનામા સાથેની તમામ કૌટુંબિક વિગતો ધરાવતી દળદાર, રંગીન નવી ડિરેકટરીનો વિમોચન સમારોહ રવિવાર ૧૭ મે, ૨૦૧૫ના રોજ બપોરે ૪.૦૦ વાગ્યાથી સત્તાવીશ સેન્ટર, ફોર્ટી એવન્યુ, વેમ્બલી પાર્ક ખાતે યોજાયો છે. અા પ્રસંગે સમાજના તમામ ગામોના વડીલો, ભાઇ-બહેનો સહિત તમામ પટેલ અને ગુજરાતી સમાજના અગ્રણીઅો ઉપસ્થિત રહેશે. “સવેરા" કેટરીંગના સ્વાદિષ્ટ ભોજન સાથે સાંસ્કૃિતક અને ગીત-સંગીતના મનોરંજક કાર્યક્રમનું ભવ્ય અાયોજન કરવામાં અાવ્યું છે. સત્તાવીશ પાટીદાર સમાજનું ટ્રસ્ટ બોર્ડ અને ડિરેકટરી કમિટીના સભ્યો 'ગુજરાત સમાચાર-એશિયન વોઇસ"ના માધ્યમ દ્વારા સૌને અા યાદગાર પ્રસંગે ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવે છે. જમવાની વ્યવસ્થા થઇ શકે એ માટે અાપની હાજરી નોંધાવવા વિનંતી. સંપર્ક: જ્યોત્સનાબેન 07904 722 575, ભાવનાબેન 07725 762 484.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter