સંસ્થા સમાચાર

Tuesday 09th June 2015 14:10 EDT
 

* લંડન રથયાત્રાનું આયોજન તા. ૧૪-૬-૧૫ના રોજ બપોરે ૧૨ કલાકે લંડન હાઇડ પાર્ક કોર્નરથી કરવામાં આવ્યું છે. જે રથયાત્રા બપોરે ૨ કલાકે હાઇડ પાર્ક કોર્નરથી નીકળીને લંડનના મુખ્ય માર્ગો પરથી નીકળીને સાંજે ૫ કલાકે ટ્રફાલ્ગર પહોંચશે. વધુ માહિતી માટે જુઅો www.rathyatra.co.uk

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૧૩-૬-૧૫ના રોજ અને તે પછી દર શનિવારે બપોરે ૧૨ કલાકે હનુમાન ચાલીસા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧૪-૬-૧૫ના રોજ રવિવારે બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: જશવંતભાઇ માઇચા 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૪-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ઉત્સવ સંગીત દ્વારા શ્રીમદ ભાગવત રસપાન મહોત્સવનું આયોજન તા. ૧૭-૬-૧૫થી તા. ૨૩-૬-૧૫ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો HA2 8AX ખાતે કરવામાં આવ્યું છે. બુધવાર તા. ૧૭ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન ધામેચા હોલથી શોભાયાત્રા નીકળશે. તા. ૧૪ના રોજ બપોરે ૧૨થી ૧ દરમિયાન શ્રીમદ ભાગવત મહાત્મય ઉપર વચનામૃત સનાતન હિન્દુ મંદિર વેમ્બલી ખાતે થશે. જ્યારે સાંજે ૬-૩૦થી ૭-૦૦ દરમિયાન શ્રી યમુનાજીનો ચુંદડી મનોરથ લલીતા કુંજ હવેલી ખાતે થશે. તા. ૧૯ જૂનના રોજ યમુનાજી રાસ મહોત્સવ ધામાેચા સેન્ટર ખાતે સંપન્ન થશે. સંપર્ક: 0300 365 0051 / 07501 306 078.

* બ્રેન્ટ ઇન્ડીયન એસોસિએશન, કોમ્યુનિટી રીસોર્સ સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે શ્રીમતી જયા રાવના પ્રવચન 'થ્રી જીએસ ટુ ફુલફિલમેન્ટ'નું આયોજન તા. ૧૯-૬-૧૫ના રોજ સાંજે ૭-૩થી ૯ દરમિયાન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8903 3019.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન, PR1 8JN દ્વારા 'શ્રી દ્વારકાધીશ કથા - દ્વારકાથી ડાકોર સુધીની યાત્રા કથા' નું આયોજન તા. ૧૬-૬-૧૫થી તા. ૨૧-૬-૧૫ દરમિયાન રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. કથાનો રસલાભ શ્રી ભરત ભગત આપશે. તા. ૧૪-૬-૧૫ના રોજ સવારે ૯-૪૫થી બપોરના ૪ દરમિયાન GHS યુથ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.

* યુકેશ્રી પુષ્ટિમાર્ગિય વૈષ્ણવ મહિલા સમાજ દ્વારા પાવનકારી પુરૂષોત્તમ માસ પ્રસંગે વિન્ડસર ખાતે છાક ઉત્સવનું આયોજન તા. ૨૦-૬-૧૫ના રોજ કરવામાં આવ્યું છે.આ માટે સવારે ૯-૩૦ કલાકે નોર્થ હેરોથી કોચ ઉપડશે. સૌને પોતાના ઘરેથી છાક (નાસ્તો) લઇને આવવા વિનંતી. સંપર્ક: જ્યોત્સનાબેન સવજાણી 020 8863 2275 અને સ્નેહલત્તાબેન પટેલ 020 8908 1777.

* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨ પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૧૬-૬-૧૫ના રોજ રાત્રે ૮ થી ૧૦ દરમિયાન ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદ ભોજનનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* મિલન ગૃપ વોલિંગ્ટન સરે દ્વારા કરીઅોકે એન્ડ કોમેડી નાઇટનું આયોજન તા. ૧૨-૬-૧૫ના રોજ સાંજે ૭-૦૦થી ૧૧-૩૦ દરમિયાન કેરૂ મેનોર હોલ, ચર્ચ રોડ, વોલિંગ્ટન, સરે SM6 7NH ખાતે કરવામાં આવ્યું છે. વેજ ડીનર, ડાન્સ અને ગીત સંગીતનો લાભ મળશે. સંપર્ક: કાંતિભાઇ ગણાત્રા 020 8669 5014.

* સેન્ટ લ્યુક્સ હોસ્પિસના લાભાર્થે દર ગુરૂવારે સાંજે ૭-૪૫થી ૯-૦૦ દરમિયાન હેરો હાઇ સ્કૂલ, ડ્રામા સ્યુટ, પ્રથમ માળ, સ્પોર્ટ્સ બ્લોક, ગેયટનરોડ, હેરો HA1 2JG ખાતે યોગા કલાસીસનું આયોજન કરાય છે. સંપર્ક: 07904 143183.

* સ્ટાર પ્લસ ચેનલ પર સોમવારથી શનિવાર દરમિયાન રોજ રાત્રે ૯-૩૦ કલાકે અને રવિવારે રાત્રે ૮ કલાકે 'નચ બલીયે સેવન' શો રજૂ થશે.

* વણિક એસોસિએશન અોફ યુકેની એજીએમનું અયોજન તા. ૧૩-૬-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન સેન્ટ આલ્બન્સ ચર્ચ હોલ, પ્રીટોરીયા રોડ, સ્ટ્રેધામ, SW16 6RR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8677 0774.

* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) * તા. ૧૨-૬-૧૫ સાંજે ૬-૩૦ કલાકે સર સૈયદ ફાઉન્ડેશન, લંડનના હિલાલ ફરીદના મુશાયરા અને વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. * સોમવાર તા. ૧૫-૬-૧૫ના રોજ સાંજે ૬-૧૫ કલાકે પ્રફુલ્લા મોહંતીના ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. * મંગળવાર તા. ૧૬-૬-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે બ્રહ્માકુમારીઝના ગીઝી પુર્થી દ્વારા કર્ટેઇન રેઇઝર ઇવેન્ટ ફોર ઇન્ટરનેશનલ યોગા ડે પ્રસંગે સ્ટ્રેસ મેનેજમેન્ટ અેન્ડ પાવર મેડિટેશન પર વાર્તાલાપ કરશે. * બુધવાર તા. ૧૭-૬-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે સ્વાતી વાંગનુ તિવારી કથ્થક નૃત્ય રજૂ કરશે. * મંગળવાર તા. ૧૮-૬-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે શાંતા આચાર્યના પુસ્તક 'વર્લ્ડ એલ્સવેર'નું વિમોચન ડો. એલિસ્ટેર નિવેનના અધ્યક્ષસ્થાને થશે. * શુક્રવારતા. ૧૯-૬-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે સોમદત્તા પાલ ગુરૂદેવ શ્રી ટાગોરના ગીતો રજૂ કરશે. સંપર્ક: 020 74913567.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter