સંસ્થા સમાચાર

Tuesday 16th December 2014 12:40 EST
 

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા નવયુગ સેન્ટર ખાતે તા. ૨૧-૧૨-૧૪ રવિવારે બપોરે ૩થી ૬ દરમિયાન શ્રીમતી આશાબેન અને શ્રી બિપીનભાઇ પરિવાર તરફથી 'સંતસંઘ'નું આયોજન કરવામાં આવ્યું છે. અલ્પાહાર મળશે. સંપર્ક: બિપીનભાઇ 020 8908 9024.

* રોટરી મિડટાઉન મેડિકલ સેન્ટરના લાભાર્થે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર તા. ૧૭-૧-૧૫થી તા. ૨૩-૧-૧૫ દરમિયાન રોજ બપોરે ૩થી ૬ દરમિયાન શ્રી ૧૦૮ શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ પૂ. શ્રી યદુનાથજી આપશે. વધુ માહિતી માટે સંપર્ક: દિપેન વિંડા +91 98242 90090 અથવા જુઅો જાહેરાત પાન ૬.

* શ્રી કચ્છ સત્સંગ સ્વામીનારાયણ મંદિર, કેન્ટન, લંડનના ૧૮મા પાટોત્સવનું આયોજન તા. ૨૬-૧૨-૧૪થી તા. ૧-૧-૧૫ દરમિયાન રોજ સવારે ૮-૪૫થી ૧૧ અને સાંજે ૫થી ૭-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે યુવક-યુવતીઅોના સાંસ્કૃતિક કાર્યક્રમો, નર્સરી શો, સંગીત અને ભજન નાઇટ, BYM એપ્રેન્ટીસ ઇવનીંગ, ઘનશ્યામ મહારાજ અભિષેકનો લાભ મળશે. સંપર્ક: 020 8909 9899.

* હરીઅોમ હોલીડેઝ દ્વારા ૧૦૮ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન તા. ૩-૧-૧૫ના રોજ સવારે ૮થી સાંજના ૫ દરમિયાન શ્રી સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 3JP ખાતે કરવામાં આવ્યું છે. બપોરે ભોજન પ્રસાદી મળશે. સંપર્ક: હરીઅોમ હોલીડેઝ 020 8452 0350.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા મહાયજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન તા. ૨૧-૧૨-૧૪ રવિવાર સવારના ૧૧-૦૦થી ૫-૦૦ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, વોટફર્ડ રોડ, હેરો, HA1 3UJ ખાતે કરવામાં આવ્યું છે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી, સુનિતાબેન મંગલાણી USA અને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* હરીઅોમ હોલીડેઝ દ્વારા તા. ૨૦થી ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૫ દરમિયાન શીવ રાત્રી સ્પેશ્યલ સધર્ન કેરેબીયન ક્રુઝ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્રુઝ સાન જુઅાન, બાર્બાડોઝ, સેન્ટ લુસીયા, એન્ટીગા, સેન્ટ માર્ટીન, સેન્ટ થોમસ અને સાન જુઅાનની મુલાકાત લેશે. સંપર્ક: અર્ચના 020 8452 0350.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter