સંસ્થા સમાચાર

Wednesday 24th June 2015 07:29 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૮-૬-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫૫, હાઇ સ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૨૭-૬-૧૫ના રોજ બપોરે ૧૨થી હનુમાન ચાલિસા, આરતી અને મહાપ્રસાદ તેમજ તા. ૨૮-૬-૧૫ બપોરે ૩થી ભજન સત્સંગ અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* સ્વામીનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પૂ. દિવ્યસ્વરૂપ સ્વામીના વચનામૃત સત્સંગનું આયોજન તા. ૫-૭-૧૫ સુધી વિવિધ સ્થળે કરવામાં આવ્યું છે. તા. ૩૦ જૂનથી ૫ જુલાઇ દરમિયાન સ્વામીનારાયણ વર્લ્ડ અોર્ગેનાઇઝેશન, યુનિટ ૬, ટ્રેડીંગ એસ્ટેટ, વેસ્ટ મોરલેન્ડ રોડ, કિંગ્સબરી NW9 9RL ખાતે વિવિધ સભાઅોનું આયોજન કરાયું છે. સંપર્ક: કમલેશ રામાણી 07966 574 762.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૮-૬-૧૫થી તા. ૪-૭-૧૫ દરમિયાન રોજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. પૂ. ઋષી બાપુ કથાનો લાભ આપશે. સંપર્ક: 01772 253 901.

* શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ પરિવાર યુકે દ્વારા પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના સત્સંગ કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૬-૧૫ના રોજ સાંજે ૬થી ૮ દરમિયાન રાધાકૃષ્ણ મંદિર, અોલ્ડહામ ખાતે, તા. ૨૮થી ૫ જુલાઇ ૨૦૧૫ દરમિયાન શ્રી સ્વામીનારાયણ મંદિર, કેન્ટન HA3 9EA ખાતે સત્સંગ સભાનું આયોજન કરાયું છે. સંપર્ક: 07793 531 382.

* લલીતા કુંજ હવેલી, WASP, રેપ્ટન એનવ્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૨૬, ૨૭, ૨૮ જૂન, તા. ૩થી ૫ જુલાઇના રોજ રાજભોગ - બપોરે ૧૨થી ૧ દરમિયાન શ્રી અધિક માસના અલૌકિક મનોરથનું આયોજન કરાયું છે. સંપર્ક: હવેલી 020 8793 3254.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ, યુકે દ્વારા તા. ૨૮-૬-૧૫થી તા. ૪-૭-૧૫ દરમિયાન રોજ બપોરે ૨૧થી ૫ દરમિયાન ગુર્જર હિન્દુ યુનિયન, એપલ ટ્રી સેન્ટર, ઇફીલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AF ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે. કથાનો લાભ પૂ. ચિન્મયાનંદ બાપુજી આપશે. સંપર્ક: 0116 216 1684.

* સેલર્સ વેલ્સ થિએટર, એંજલ ખાતે તા. ૩૦ જૂનથી તા. ૫ જુલાઇ દરમિયાન અક્રમ ખાન અને ઇઝરાયેલ ગેલવનના તોરોબાકા કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 0844 412 4300.

* નાગરેચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિવમ થિએટર પ્રસ્તુત નાટક 'ચોરના હાથમાં ચાવી'ના શોનું આયોજન શનિવાર તા. ૨૭ જૂન ૨૦૧૫ના રોજ રાત્રે ૮ કલાકે હરિબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. સાંજે ૬-૩૦ કલાકે ડીનર થશે. સંપર્ક: 020 8555 0318.

* છ ગામ નાગરીક મંડળ યુકે દ્વારા તા. ૨૮-૬-૧૫ના રોજ બપોરે ૨થી રાતના ૮-૩૦ દરમિયાન RCT સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, અોક કોર્ટ, અોફ હેડસ્ટોન લેન, હેચએન્ડ HA2 6NG ખાતે પીકનીક, રમત ગમત અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: જયરાજ ભાદરણવાલા 07956 816556.

* પિંડોરીયા સોલીસીટર્સ દ્વારા લેન્ડલોર્ડ્ઝને લગતા લીગલ ઇસ્યુ અંગે પ્રોપર્ટી લો સેમિનારનું આયોજન ગુરૂવાર તા. ૨ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૩૦ દરમિયાન સ્કાય લોંજ, ધ બ્રોડવોક સેન્ટર, ૧૫૮ સ્ટેશન રોડ, એજવેર HA8 7AW ખાતે કરવામાં આવ્યું છે. મુખ્ય વક્તા સેમ્યુઅલ વેરીટે રહેશે. સંપર્ક: 020 8951 6959.

* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે લેડીઝ નાઇટનું આયોજન તા. ૨૭-૬-૧૫ના રોજ સાંજે ૭ કલાકે કરાયું છે. સંપર્ક: 020 8861 1207.

* નહેરૂ સેન્ટરના કાર્યક્રમો (૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF) * તા. ૨૯-૬-૧૫ સાંજે ૬-૧૫ કલાકે બિમન દાસના પ્રદર્શન 'લેન્સ્કેપ ફ્રોમ ધ હિલ્સ'નો પ્રારંભ થશે. તા. ૩-૭-૧૫ સાંજે ૬-૩૦ કલાકે અોનો મસાાકો કુંડલીની નૃત્ય રજૂ કરશે. તા. ૬-૭-૧૫ના રોજ સાંજે ૬ કલાકે 'ધ બેનારસ બાજ સ્ટોરી અ જર્ની અોફ મ્યુઝીકલ ટ્રેડીશન્સ, ટુરીઝમ એક્ઝીબીશન ૨૦૧૫ - મ્યુઝીકલ પરફોર્મન્સ અને એક્ઝીબીશનનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 7491 3567.

શુભ વિવાહ

શ્રીમતી ઉષાબેન અને હરીશભાઇ જશભાઇ પટેલના સુપુત્રી ચિ. કાજલના શુભવિવાહ શ્રીમતી બીનાબેન અને કિશોરકુમાર મગનલાલ સામાણીના સુપુત્ર ચિ. કરણ સાથે તા. ૧૫-૮-૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter