સંસ્થા સમાચાર

Tuesday 07th July 2015 09:42 EDT
 

* BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, ૧ વેવર સ્ટ્રીટ, લીડ્ઝ LS4 2AU ખાતે અધિક માસ નિમિત્તે ભાગવત પુરાણ – કથાનું આયોજન તા. ૧૭-૭-૧૫થી તા. ૧૯-૭-૧૫, સાંજના ૭-૩૦થી ૯-૩૦ દરમિયાન કરવામાં આવ્યું છે. પૂ. આત્મતૃપ્ત સ્વામીજી (MA, PhD) કથાનું રસપાન કરાવશે. પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: આરસી પટેલ 07900 355 191.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટનPR1 8JN ખાતે તા. ૧૮થી ૨૫ જુલાઇ ૨૦૧૫ સાંજના ૫થી ૮ દરમિયાન શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો રસલાભ વિખ્યાત કથાકાર શ્રી ચિન્મયાનંદજી બાપુ કરાવશે. કથા પછી અલ્પાહારની વ્યવસ્થા કરાઇ છે. ગુજરાતી શાળામાં રીસેપ્શનમાં પ્રવેશ ચાલુ છે. સંપર્ક: 01772 253 901.

* આદ્યશક્તિ માતાજી મંદિર, ૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૧૧-૭-૧૫ શનિવારે હનુમાન ચાલીસા, આરતી અને તે પછી પ્રસાદનો લાભ મળશે. તા. ૧૨-૭-૧૫ રવિવારે બપોરે ૩ કલાકે ભજન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* જૈન વિશ્વભારતી 'નુતન શાંતિ કેન્દ્ર'ના લાભાર્થે તા. ૧૨-૭-૧૫ના રોજ સવારે ૧૧-૩૦થી ૩-૦૦ દરમિયાન થેમ્સ રીવર બોટ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: [email protected]

* ઇન્સ્ટીટ્યુટ અોફ જૈનોલોજી દ્વારા અોશવાલ એસોસિએશન અોફ યુકેના સહકારથી તા. ૧૯-૭-૧૫ના રોજ બપોરે ૧થી ૬ દરમિયાન એકતા સેન્ટર, ૩૬૬-એ સ્ટેગ લેન, NW9 9AA ખાતે ડો. હર્ષદ સંઘરાજકાના જૈનીઝમ વિષેના પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: [email protected]

* જૈન સોશ્યલ ગૃપ મીડેક્ષ દ્વારા તા. ૧૯-૭-૧૫ના રોજ થેમ્સ બોટ ટ્રીપનું આયોજન સવારે ૧૧-૩૦થી ૬ દરમિયાન કરાયું છે. સંપર્ક: અશ્વીન વોરા 020 8445 8783.

* પાટીદાર સમાજ અોફ વેસ્ટ લંડન દ્વારા તા. ૧૯-૭-૧૫ના રોજ બપોરે ૩ કલાકે ઇન્ડિયન જીમખાના સ્પોર્ટ્સ ક્લબ, થોર્નબરી એવન્યુ, અોફ ગ્રેટ વેસ્ટ રોડ, અોસ્ટર્લી TW7 4NQ ખાતે સંસ્થાની એજીએમનું આયોજન કરાયું છે. સંપર્ક: નરેશભાઇ પટેલ 020 8907 6855.

* 'ગુજ્જુભાઇ બન્યા દબંગ' નાટકના શોનું આયોજન તા. ૧૮-૭-૧૫ શનિવારે રાત્રે ૮ કલાકે ફેરફિલ્ડ હોલ, પાર્કલેન ક્રોયડન ખાતે (સંપર્ક: 020 8672 7576) અને તા. ૧૯ જુલાઇના રોજ રાત્રે ૮ કલાકે અથેના કોન્ફરન્સ અને બેન્કવેટીંગ, લેસ્ટર ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 0116 266 9409.

* 'ગુજ્જુભાઇ રિટાયર્ડ થાય છે' નાટકના શોનું આયોજન * રવિવાર તા. ૧૯-૭-૧૫ના રોજ સાંજે ૭ કલાકે કેરેજ્યુકેશન ટ્રસ્ટના લાભાર્થે વાયેલોટ્સ સેન્ટર, પોટર્સબાર EN6 2HN ખાતે (સંપર્ક: નીતિન શાહ 020 8361 2475), * બુધવાર તા. ૨૨-૭-૧૫ના રોજ સાંજે ૭ કલાકે ભારતીય વિદ્યાભવન, ૪-એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન લંડન W14 9HQ ખાતે (સુરેન્દ્રભાઇ પટેલ 07941 975311), * ગુરુવાર તા. ૨૩ જુલાઇના રોજ જૈન સમાજ, માંચેસ્ટર, ૬૬૭ – ૬૬૯ સ્ટોક પોર્ટ રોડ, માંચેસ્ટર M12 4QE ખાતે * શુક્રવાર તા. ૨૪ જુલાઇના રોજ રાત્રે ૮ કલાકે લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન મહિલા મંડળ દ્વારા વિન્સ્ટન ચર્ચીલ હોલ, પીનવે રાયસ્લીપ HA4 7QLખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: નયનાબેન પોપટ 07958 402 843.

* ધ નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે * બુધવાર તા. ૧૫-૭-૧૫ના રોજ સાંજે ૬-૩૦ કલાકે જયશ્રી આચાર્ય નૃત્ય રંગ કથક રજૂ કરશે. * ગુરૂવાર તા. ૧૬-૭-૧૫ સાંજે ૬ કલાકે વાતાયનના સહયોગથી દિવ્યા માથુરના પુસ્તક 'દેશી ગર્લ્સ: સ્ટોરીઝ બાય ઇન્ડિયન વીમેન એબ્રોડ'નું વિમોચન થશે. * શુક્રવાર તા. ૧૭-૭-૧૫ સાંજે ૬-૩૦ કલાકે મરીના આલમ શાસ્ત્રીય સંગીત રજૂ કરશે. * તા. ૨૦-૭-૧૫ સોમવારે સાંજે ૬-૧૫ કલાકે દર્લભ સિંગના ચિત્ર પ્રદર્શન 'ઓઇલ પેન્ટીંગ્સ, પેઇન્ટીંગ્સ અોફ ડિસ્ટીંક્ટ'નો પ્રારંભ થશે. સંપર્ક: 020 7491 3567.

શુભ લગ્ન

લોર્ડ રણબીર સિંઘ અને લેડી તરલોચન કૌર સુરી તેમજ શ્રીમતી દર્શન કૌર અને સ્વ. સુરેન્દ્ર કોહલી (ઇરાન)ની પૌત્રી તેમજ મનુ અને નિશા સુરીની સુપત્રી ચિ. પૂજાના શુભલગ્ન સ્વ. શ્રીમતી ક્રિષ્ના દેવી અને શ્રી અજીત સિંઘ ટાંકના સુપત્ર ચિ. જગદીપ સાથે તા. ૨૬ જુલાઇ ૨૦૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

બ્રેન્ટ એશિયન અોલ્ડ પીપલ એસોસિએશનના હોદ્દેદારો

પ્રેસિડેન્ટઃ મીનાબેન પટેલ (નિવૃત્ત થતા પ્રમુખ: પ્રફુલાબેન રાવલ), ચેરમેન ઃ ચુનીભાઈ કકડ, સેક્રેટરી: ડો. શરદભાઈ મહેતા (નિવૃત્ત થતા સેક્રેટરી: બાબુભાઈ મીસ્ત્રી, એકાઉન્ટસ ઃ બાબુભાઈ મકવાણા, કેશ/બેડીંગઃ નાનજીભાઈ કોટેચા / મધુસુદનભાઈ પટેલ.

કારોબારી સદસ્ય: નરશીભાઈ ભોગાયતા, છોટુભાઈ મીસ્ત્રી, શાંતાબેન પેશાવરીયા, પ્રફુલાબેન રાવલ, મીનાબેન મીસ્ત્રી, પરસોત્તમભાઈ મીસ્ત્રી, પ્રભુલાબેન પુરોહિત, જયંતીભાઈ દતાણી, જશુબેન મીસ્ત્રી, નર્મદાબેન પટેલ, સવિતાબેન ભોગાયતા, મધુસુદનભાઈ પટેલ, જયંતીભાઈ કોટેચા. ઓડીટર્સઃ રમેશભાઈ પટેલ ACCA


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter