સંસ્થા સમાચાર

Tuesday 14th July 2015 13:28 EDT
 

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૧૯-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે તા. ૧૮-૭-૧૫ શનિવારે બપોરે ૧૨ કલાકે હનુમાન ચાલીસા થશે. તા. ૧૯-૭-૧૫ રવિવારે બપોરે ૩ કલાકે ભજન સત્સંગ અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 07882 253 540.

* અર્ન્સ્ટ યંગ અોફીસ, ૧ મોર લંડન પ્લેસ, લંડન SE1 2AF ખાતે ધૃવ છત્રાલીયા દ્વારા 'પર્સનલ ડેવલપમેન્ટ થ્રુ યોગા'ના કાર્યક્રમનું આયોજન શુક્રવાર તા. ૧૭ જુલાઇ, ૨૦૧૫ના રોજ સાંજે ૬થી ૯ દરમિયાન કરવામાં આવ્યું છે.

* શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો, ૧૩૩ હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL દ્વારા રવિવાર તા. ૨ અોગસ્ટ ૨૦૧૫ - સમય સવારે ૧૦ કલાકે ૧૦૮ રાંદલ માતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભાગ લેવા સાઉથ લંડનથી કોચની વ્યવસ્થા કરવામાં આવી છે. સંપર્ક: 020 8676 4411.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે શ્રી દ્વારકાધીશ કથાનું આયોજન તા. ૨૩થી ૨૫ જુલાઇ દરમિયાન કરવામાં આવ્યું છે. કથાનો સમય ગુરુવારે બપોરે ૨-૩૦થી ૬-૩૦ અને ફક્ત શુક્ર-શનિ દરમિયાન બપોરે ૨-૩૦થી ૬-૩૦ અને રાત્રે ૮થી ૧૦ છે. દરરોજ સાંજે ૬-૩૦થી ૭-૪૫ ભોજન પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.

* BAPS સ્વામિનારાયણ સંસ્થા યુકે દ્વારા તા. ૨૨-૭-૧૫થી તા. ૨૬-૭-૧૫ દરમિયાન 'મહાભારત ધ ઇટર્નલ મેસેજ – પારાયણ કથાનું આયોજન હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેયટન રોડ, લંડન E15 1DT ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિદ્વાન સાધુ પૂ. યોગીનયન સ્વામી વક્તવ્ય આપશે. બુધવારથી શુક્રવારે રોજ સાંજે ૭થી પ્રસાદ અને તે પછી કથાનો લાભ મળશે. જ્યારે શનિવારે સાંજે ૬થી કથા અને રવિવારે સાંજે ૫થી કથા અને તે પછી પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: રશ્મિભાઇ દોઢિયા 07505 112 495.

* નહેરૂ સેન્ટર, ૮ સાઉથ અોડલી સ્ટ્રીટ, લંડન W1K 1HFના કાર્યક્રમો: મંગળવાર તા. ૨૧-૭-૧૫ સાંજે ૬-૩૦ મોના દાશના ઇવનીંગ અોફ પોએટ્રી: મીથ મેકર્સ. * શુક્રવાર તા. ૨૪-૭-૧૫ સાંજે ૬-૩૦ કલાકે SAFCના ૨૦૧૫ ફાળકે મેમોરીયલ લેક્ચર અંતર્ગત મલ્ટીસીટી ઇન મોશન: ધ રાઇઝ અોફ ઇન્ડિયાઝ ન્યુ ઇન્ડીપેન્ડન્ટ સીનેમા વિષે અશ્વિન ઇમાન્યુઅલ દેવસુંદરમ વક્તવ્ય આપશે. * સોમવાર તા. ૨૭-૭-૧૫ સાંજે ૬-૧૫ કલાકે કિરણ પં ડીરના આર્ટ અરેના પ્રદર્શન * સોમવાર તા. ૨૭-૭-૧૫ સાંજે ૬-૩૦ કલાકે અવંતિકા કોચરના નૃત્ય કાર્યક્રમ થશે. સંપર્ક: 020 7491 3567.

* 'ગુજ્જુભાઇ રિટાયર થાય છે' નાટકના શોનું આયોજન તા. ૨૫-૭-૧૫ના રોજ સાંજે ૭-૩૦ કલાકે નોર્બરી મેનરો બિઝનેસ એન્ડ એન્ટરપ્રાઇઝ કોલેજ ફોર ગર્લ્સ, નોર્બરી CR7 8BT ખાતે (સંપર્ક: રમાબેન 020 8778 4728) * રવિવાર તા. ૨૬-૭-૧૫ બપોરે ૨ કલાકે વિન્સ્ટન ચર્ચીલ હોલ, પીન વે, રાયસ્લીપ HA4 7QL ખાતે (સંપર્ક: ભાનુભાઇ પંડ્યા 07931 708 026), જ્યારે રાત્રે તેજ સ્થળે ૭-૩૦ કલાકે બીજા શોનું આયોજન કરાયું છે. (સંપર્ક મંજુ માધાપરીયા 07931 534 270).

* ભારતીય વિદ્યાભવન, ૪એ કાસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE ખાતે તા. ૨૨-૭-૧૫ના રોજ ગુજ્જુ બાપ બેટાના દબંગ કોમેડી નાટક 'ગુજ્જુભાઇ રિટાયર થાય છે' નાટકના શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: સુરેન્દ્રભાઇ પટેલ 020 8205 6124 / 07941 975 311 અને ભાનુભાઇ પંડ્યા 020 8427 3413 / 07931 708 026.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૧૯-૭-૧૫ના રોજ ભજન ભોજનનું આયોજન કરાયું છે. સવારે ૯થી આરતી, ૧૧ કલાકે બાળકોના ભજન, રાજભોગ આરતી બપોરે ૧૨-૩૦, ભોજન પ્રસાદી બપોરે ૧ કલાકે અને બહેનોના ભજન બપોરે ૨ કલાકે થશે. ગુજરાતી શાળા પ્રવેશ શરૂ થઇ ગયો છે. સંપર્ક: 01772 253 901.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter