સંસ્થા સમાચાર

Tuesday 21st July 2015 13:32 EDT
 
 

* શ્રી હિન્દુ મંદિર વેલિંગબરો, ૧૩૩ હાઇફિલ્ડ રોડ, વેલિંગબરો, NN8 1PL દ્વારા રવિવાર તા. ૨-૮-૧૫ના રોજ સવારે ૧૦ કલાકે રાંદલ માતાના બાવન લોટા તેડવાના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજન, ગોરણી પૂજા, મહાપ્રસાદ તેમજ ભક્તિ ગીતો અને ગરબાનો લાભ મળશે. સંપર્ક: ઉર્મિલાબેન ઠકરાર 01933 276 342.

* પ્રેસ્ટન પરિવાર હેલ્પીંગ હેન્ડ દ્વારા જય સંતોષી મા મોવીયાના ભજન સત્સંગનું આયોજન તા. ૨૫-૭-૧૫ના રોજ સવારે ૧૦થી ૪ દરમિયાન હટન વિલેજ હોલ, મુર લેન, હટન, પ્રેસ્ટન PR4 5SE ખાતે કરવામાં આવ્યું છે.

* મા કૃપા ફાઉન્ડેશન યુકે, ડેવન ચેરિટેબલ ટ્રસ્ટ અને નારાયણ સેવા સંસ્થાન દ્વારા તા. ૨૫-૭-૧૫થી તા. ૨-૮-૧૫ દરમિયાન રોજ બપોરે ૨-૩૦થી સાંજના ૬-૩૦ દરમિયાન કેનન્સ હાઇસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે રામ કથાનું આયોજન કરાયું છે. કથા પછી રોજ પ્રસાદનો લાભ મળશે. કથાનો લાભ શ્રી રમણીકભાઇ દવે આપશે. સંપર્ક: જયંતિભાઇ ખગ્રામ 020 8907 0028.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨૬-૭-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સ્પોન્સરર નેમાબેન ફતુભાઇ મુલચંદાણી અને સુનિતાબેન મંગલાણી USAઅને પરિવાર છે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પૂ. શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી બાપુના શ્રીમુખે મહા શીવપૂરાણ કથાનું આયોજન શ્રી લક્ષ્મી નારાયણ ટેમ્પલ, ૬૦ નેવિલ ક્લોઝ, હંસલો TW3 4JG ખાતે તા. ૧-૮-૧૫થી તા. ૧૧-૮-૧૫ (બુધવાર અને શુક્રવાર સાંજે ૩ થી ૬ તેમજ બાકીના દિવસે સાંજે ૪ થી ૭) દરમિયાન કરવામાં આવ્યું છે. સોમવારે સમૂહ શીવપૂજા થશે. સંપર્ક: 0116 216 1684 અને 07940 254 356.

* શ્રી સ્વામીનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ કુમ કુમ યુકે, યુનિટ ૯-૧૦ હનીપોટ બિઝનેસ સેન્ટર, પાર રોડ, સ્ટેનમોર HA7 1NL ખાતે મંદિરના બીજા પાટોત્સવનું આયોજન તા. ૩૧-૭-૧૫થી ૨-૮-૧૫ દરમિયાન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે તા. ૩૧ના રોજ ગુરૂપુર્ણિમા, તા. ૧ના રોજ કથા કિર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ તા. ૨ના રોજ પાટોત્સવ તેમજ દરરોજ સાંજે પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 020 8951 0965.

* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન, PR1 8JN ખાતે તા. ૩૧-૭-૧૫ના રોજ રાત્રે ૮ કલાકે ગુરૂ પુર્ણિમા ઉત્સવ પ્રસંગનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૭-૭-૧૫થી તા. ૩૧-૭-૧૫ દરમિયાન ગૌરીવ્રતની પૂજા કરાવવામાં આવશે. બુધવાર તા. ૨૯થી તા. ૨ અોગસ્ટ દરમિયાન જયા પાર્વતી વ્રતની પૂજા કરાવાશે. સંપર્ક: 01772 253 901.

* દત્ત સહજ યોગા મિશન યુકે દ્વારા તા. ૩૧-૭-૧૫ના રોજ સાંજે ૬-૩૦થી ૯-૪૫ દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ સેન્ટર, ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે ગુરૂ પુર્ણિમા ઉત્સવનું આયોજન કરાયું છે. પૂજા, આરતી અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: પુષ્પાબેન બાવા 07903 223 550.

* જાસપર સેન્ટર, ૨એ રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે 'સંસ્કૃતિ ફોર કિડ્ઝ'ના ઉપક્રમે તા. ૩થી ૭ અોગસ્ટ ૨૦૧૫ રોજ સવારે ૯થી બપોરના ૩ દરમિયાન ૫ વર્ષથી ઉપરની વયના બાળકો માટે 'કલ્ચરલ સમર કેમ્પ'નું આયોજન કરાયું છે. આ કેમ્પમાં ગુજરાતી ભાષા, યોગ, નાટક, આર્ટ્સ એન્ડ ક્રાફ્ટ્સ, સંગીત અને બોલીવુડ ડાન્સ, આરતી પુજા વગેરેનો લાભ મળશે. સંપર્ક: રિધ્ધી 07932 036 490.

* શ્રી જલારામ જ્યોત મંદિર, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૩૦-૭-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન દિપ મય યજ્ઞનું આયોજન બપોરે ૩થી ૬ દરમિયાન કરાયું છે. જેમાં યજ્ઞ, ભજન અને પ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સીજે રાભેરૂ 07958 275 222.

* સબરંગ આર્ટ્સ પ્રસ્તુત નાટક 'જનલક દુલારી સીતા'ના શોનું આયોજન શ્રી ભારતીય મંડળ, ટેમીસાઇડ દ્વારા તા. ૨-૮-૧૫ના રોજ સાંજે ૫ કલાકે ધ લાઉરી, પીયર ૮, સેલફર્ડ ક્વેઝ, M50 3AZ ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: મણીલાલ આઇ. મિસ્ત્રી 07930 557 840.

* દત્ત સહજ યોગ મિશન યુકે દ્વારા '૨૧મી સદીમાં યોગનું મહત્વ' વિષે S-VYASA યોગા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના યોગ ગુરૂ ડો. એચ.આર. નાગેન્દ્ર અને તેમના સહયોગી અને યુનિવર્સિટીના જોઇન્ટ ડાયરેક્ટર ડો. એનકે મંજુનાથ શર્માના પ્રવચનનું આયોજન તા. ૨૬-૭-૧૫ના રોજ સાંજે ૫-૩૦થી ૭-૩૦ દરમિયાન હેરીસ એકેડેમી પર્લી, કેન્દ્ર હોલ રોડ, સાઉથ ક્રોયડન CR2 6DT ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: ચંદ્રકાન્ત શુક્લા 020 8651 4900.

* શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ, નવયુગ સેન્ટર, ૧૧ શેવ શીલ એવન્યુ, કોલિન્ડેલ NW9 6SEની વાર્ષીક સામાન્ય સભા તા. ૨૫-૭-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન રાખવામાં આવી છે. સંપર્ક: કેસી જૈન 020 8202 0469.

* ધ વાંઝા સમાજ યુકે દ્વારા આફ્રિકન તાલ સાથે ગુજરાતી લોક ગીત 'મરાફીકી વાતુ' નું આયોજન તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૨થી ૩ દરમિયાન વોટર્સમીટ, હાઇ સ્ટ્રીટ, રિકમન્સવર્થ WD3 1EH ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: અરૂણ ભુંડીયા 07852 773 802.

* દારેસલામ રીયુનિયનના ૧૧મા બાયએન્યુઅલ થ્રી કોર્સ ડીનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું આયોજન તા. ૮-૮-૧૫ના રોજ અલ્પર્ટન વેમ્બલી ખાતે કરવામાં આવ્યું છે. ભારત, અમેરિકા અને કેનેડા સહિત વિવિધ દેશોમાંથી દારેસલામના વતનીઅો પધારશે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત એશિયન વોઇસ પાન ૨૦ અથવા સંપર્ક: બહાદુર 01256 364 618.

શુભ વિવાહ

શ્રીમતી કૌશલ્યાબેન અને શ્રી ભુપેન્દ્ર અંબાલાલ પટેલના સુપુત્ર ચિ. કાર્તિકના શુભલગ્ન પુર્ણિમાબેન અને શ્રી કમલેશભાઇ ઇચ્છારામ પંચાલના સુપુત્રી ચિ. ક્રિના સાથે તા. ૩૧ અોગસ્ટ, ૨૦૧૫ના રોજ નિરધાર્યા છે. નવદંપત્તીને 'ગુજરાત સમાચાર' પરિવાર તરફથી શુભકામનાઅો.

સ્પાર્કહીલ ગુજરાતી શાળા, બર્મિંગહામ દ્વારા વાલી દિન ઉજવાયો

સ્પાર્કહીલ ગુજરાતી શાળા, બર્મિંગહામ દ્વારા ગત શુક્રવાર તા. ૧૭-૭-૧૫ના રોજ વાલી દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના હેડ ટીચર શ્રી રમણભાઇ પરમાર અને ડેપ્યુટી હેડ ટીચર શ્રી સુમનભાઇ મિયાંગર ગુજરાતી શાળાાના શિક્ષકોને તેમના અદ્ભૂત સહકાર બદલ વધાવ્યા હતા. શાળાની ૧૯૭૯થી સ્થાપના થઇ ત્યારથી આજ દિવસ સુધી સેવા આપતા ડઝન જેટલા શિક્ષકો કોઇ જ જાતના વેતન વગર સેવાઅો આપી રહ્યા છે. વાલી દિન પ્રસંગે સર્વ શ્રી રમણભાઇ, સુમનભાઇ, ગોપાલભાઇ ચાંપાનાેરી, 'એશિયન વોઇસ'ના સીનીયર ન્યુઝ એડિટર શ્રી ધીરેન કાટવા અને લક્ષ્મી નારાયણ મંદિરના ચેરમેન શ્રી મુકેશભાઇ લાડવાએ પ્રાસંગીક વક્તવ્યો આપ્યા હતા અને સૌ વાલીઅોને તેમના બાળકોને તેમની માતૃભાષા ગુજરાતી શિખવવા જણાવ્યું હતું જેથી આપણી સંસ્કૃતિ જળવાઇ શકે.

હાજી વલીભાઇ સેલાંટ પરિયેજવાલાનું નિધન

પ્રેસ્ટનની મસ્જીદે રઝાના ટ્રસ્ટી અને વિખ્યાત સામાજીક કાર્યકર હાજી વલીભાઇ સેલાંટ પરિયેજવાલાનું ગત તા. ૪-૭-૧૫ના રોજ ૮૭ વર્ષની વયે ટૂંકી બીમારી બાદ નિધન થયું છે. ૧૯૭૦-૭૧ દરમિયાન પ્રેસ્ટનની પ્રથમ મસ્જીદ બની તેના તેઅો ટ્રસ્ટી અને જનરલ સેક્રેટરી હતા. તે પહેલા સ્થાનિક મુસ્લિમોને ઘરમાં નમાઝ પઢવી પડતી અને જુમ્માની નમાજ તેમજ ઇદ અને અન્ય મોટા તહેવારો હોલ ભાડે રાખીને કરવા પડતા હતા. તેમણે મસ્જીદે રઝાની સ્થાપના માટે ખૂબ જ જહેમત ઊઠાવી હતી.

તેમની જનાઝાની નમાઝ મસ્જીદે રઝા પ્રેસ્ટનના ઝહુર અહેમદ પેશાવરીએ પઢાવી હતી. જેમાં ઇગ્લેન્ડના વિવિધ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સદ્ગત ભરૂચ જીલ્લાના વ્હોરા પટેલ જ્ઞાતિના હતા.

'ગુજ્જુભાઇ બન્યા દબંગ' નાટકના શો ભજવશે

ભારત અને અમેરિકામાં ગુજરાતીઅોમાં વખણાયેલા અને હાલમાં યુકેના હાસ્યરસિક ગુજરાતીઅોને પેટ પકડીને હસાવતા નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ'ના દરેક શો હાઉસફૂલ થઇ રહ્યા છે.

શુક્રવાર તા. ૨૪ જુલાઇના રોજ બર્મિંગહામ (બોક્સ અોફિસ 0121 236 4455), તા. ૨૫ જુલાઇના રોજ ઇસ્ટ હામ (બોક્સ અોફિસ 020 8471 6387) અને રવિવાર તા. ૨૬ જુલાઇના રોજ હેરો લેઝર સેન્ટર (બોક્સ અોફિસ 020 8907 0116) ખાતે નાટકના શો યોજવામાં આવ્યા છે. હાસ્યના બેતાજ બાદશાહ સિધ્ધાર્થ રાંદેરીયાનું સુુપરહિટ પેટ પકડીને હસાવતા નાટક 'ગુજ્જુભાઇ બન્યા દબંગ' નાટક જોવાનું ભૂલતા નહિં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter