સંસ્થા સમાચાર

Tuesday 28th July 2015 12:30 EDT
 

* સત કૈવલ સર્કલ, લંડન દ્વારા તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૨થી ૫ દરમિયાન બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન સેન્ટર, ફંકશન હોલ, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે ગુરૂપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભજન, પ્રવચન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: સવિતાબેન 020 8464 5924 અને યશવંતભાઇ 07973 408 069.

* સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, ૨૨, પામરસ્ટન રોડ, હેરો HA3 7RR ખાતે તા. ૩૧-૭-૧૫ના રોજ રાત્રે ૮થી ૧૦ દરમિયાન ગુરૂપૂર્ણિમા પ્રસંગે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૨-૮-૧૫ના રોજ સાંજે ૫ થી ૭ દરમિયાન નેપાળી કોમ્યુનિટી દ્વારા ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઅોને સરસ્વતિ દિક્ષા, ભજન સત્સંગનો લાભ મળશે. સંપર્ક: 020 8426 0678.

* શ્રી સનાતન સેવા સમાજ, હિન્દુ મંદિર, હેરીફોર્ડ રોડ, લ્યુસી ફાર્મ, લુટનLU4 8EB ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવનું આયોજન તા. ૧ શનિવારના રોજ સાંજના ૬થી રવિવાર તા. ૨ અોગસ્ટના બપોરના ૨-૩૦ સુધી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે સંધ્યા આરતી, મહાપ્રસાદ, યમુનાજીના લોટી ઉત્સવ તેમજ રવિવારે સવારે આરતી, ગુરૂપૂજન અને મહાપ્રસાદનો લાભ મળશે. સંપર્ક: 01582 663 414.

* ગાયત્રી પરિવાર યુકે તરફથી તા. ૨-૮-૧૫ રવિવારના રોજ બપોરે ૧થી ૪ દરમિયાન માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, ૨૦એ રોઝમીડ એવન્યુ, વેમ્બલી ખાતે ગુરૂ પૂર્ણિમા ઉત્સવ પ્રસંગે ૫ કુંડી ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8907 3028.

* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧-૮-૧૫ના રોજ બપોરે ૨-૦૦થી હનુમાન ચાલીસા અને રવિવાર તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૩ થી આરતી, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક: 07882 253 540.

* પૂ. રામબાપાના સાન્નિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન તા. ૨-૮-૧૫ રવિવારે સવારે ૧૧થી ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે, લિસ્ટર યુનિટ) ખાતે કરવામાં આવ્યું છે. પ્રસાદીનો લાભ મળશે. સંપર્ક: 020 8459 5758 / 07973 550 310.

* બ્રેન્ટ ઇન્ડિયન એસોસિએશન કોમન્યુનિટી રીસોર્સ સેન્ટર, ૧૧૬ ઇલીંગ રોડ, વેમ્બલી HA0 4TH ખાતે તા. ૮-૮-૧૫ શનિવારે સાંજે ૫થી ૫-૩૦ દરમિયાન 'હાઉ ટુ બી હેપી ઇન ધીસ વર્લ્ડ' વિષય પર ડો. બાગેશ્વરી દેવી વક્તવ્ય આપશે. સંપર્ક: 020 8903 3019.

* અંબાજી ધામ મંદિર, ડો. ડીજી પાલકર માર્ગ, બોરીવલી વેસ્ટ મુંબઇ ખાતે શ્રી જગદીશ મહારાજની ૧૬મી પુણ્યતિથિ નિમિત્તે યજ્ઞ અને ભંડારાનું આયોજન તા. ૨-૮-૧૫ના રોજ સવારના ૭થી કરવામાં આવ્યું છે. સંપર્ક: 0091-22-2898 6675.

* લોહાણા કોમન્યુનિટી સાઉથ લંડન દ્વારા લોહાણા કોમ્યુનિટી કોમ્પલેક્સ, પીવી રાયચૂરા સેન્ટર, ચર્ચ રોડ, ક્રોયડન CR0 1SH ખાતે તા. ૧-૮-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન શ્રી ભરતભાઇ ભગતના મુખે જલારામ કથા, આરતી અને પ્રસાદી તેમજ સાંજે ૭-૩૦થી ૯-૩૦ દરમનિયાન જલરામા બાપાના ભજનનું આયોજન કરાયું છે. તે પછી તા. ૨-૮-૧૫ના રોજ બપોરે ૩થી ૬ દરમિયાન જલારામ બાપાની કથાનો લાભ મળશે. સંપર્ક: અજયભાઇ જોબનપુત્રા 07710 236 542.

* ભારત વેલ્ફેર ટ્રસ્ટ યુકે દ્વારા સમર્પણ ગૌશાળાના લાભાર્થે તા. ૩-૮-૧૫થી તા. ૫-૮-૧૫ રોજ સાંજે ૬-૩૦થી ૮-૩૦ દરમિયાન પૂ. સંજીવ કૃષ્ણા ઠાકુરજીની ગૌ કથાનું આયોજન ભગવતી શક્તિ પીઠ, ૪૩-૪૭ એલાન્ડ સ્ટ્રીટ, નોટીંગહામ NG7 7DY ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 07868 755 506અને 0116 216 1684.

* મહાવીર ફાઉન્ડેશનની એજીએમનું આયોજન તા. ૮-૮-૧૫ના રોજ રાત્રે ૮ કલાકે ૬૧૪ કેન્ટન રોડ, કેન્ટન HA3 9NR ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8204 2871.

* સનાતન મંદિર – એપલ ટ્રી સેન્ટર, ઇફિલ્ડ એવન્યુ, ક્રોલી RH11 0AFખાતે શનિવાર તા. ૮-૮-૧૫ના રોજ સવારે ૯-૩૦થી ૨ દરમિયાન પૂ. ભાઇ શ્રીની ઉપસ્થિતીમાં મંદિરના પાંચમા પાટોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હનુમાન ચાલિસા, સવારે ૧૦-૩૦થી ૧૧-૩૦ ભાઇશ્રીના પ્રવચન તેમજ પ્રસાદ વગેરેનો લાભ મળશે. સંપર્ક: 07967 339 790.

* લેસ્ટર ફ્રેન્ડ્ઝ અોફ અોક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ દ્વારા બેલગ્રેવ નેઇબરહુડ સેન્ટર, લેસ્ટર ખાતે તા. ૧-૮-૧૫ના રોજ સાંજે ૬થી ૯ દરમિયાન 'કન્વર્ઝન ઇન હિન્દુ કલ્ચર' વિષય પેર શૌનક ઋષી દાસના વક્તવ્યનું આયોજન કરાયું છે.

* એક્સેલ કોર્પ લી. દ્વારા ગોંડલ અને ઋષીકેશમાં આવેલ બંગલા અને ફ્લેટ સહિત વિવિધ મિલક્તો અંગે માહિતી આપતા પ્રોપર્ટી એક્ઝીબીશનનું આયોજન તા. ૨-૮-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી ૩-૩૦ દરમિયાન હોલીડે ઇન હોટેલ, ૧૨૯ સેન્ટ નિકોલસ સર્કલ, લેસ્ટર LE1 5LX ખાતે અને તા. ૯-૮-૧૫ના રોજ સવારે ૧૦-૩૦થી ૩-૩૦ દરમિયાન હિલ્ટન હોટેલ વેમ્બલી, મીટીંગ રૂમ ૫-૬, લેકસાઇડ વે, વેમ્બલી HA9 0BU ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: હરીશ 07466 908 281.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter